Not Set/ ફિલ્મ 83ના નફામાંથી પોતાનો ભાગ લેશે રણવીર સિંહ

મુંબઇ, સલમાન ખાન, શાહરૂખ ખાન જેવા બોલિવૂડના મોટા સુપરસ્ટાર્સ પોતાની ફિલ્મની ફી લેવાને બદલે ફિલ્મના  નફામાં ભાગ લેતા હોય છે. હવે રણવીર સિંહ પણ પોતાની આગામી ફિલ્મ 83ના પ્રોફિટમાં ઘણા શેર લેવાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે રણવીર સિંહ પણ  પદ્માવત, સિમ્બા અને ગલી બોય જેવી બેક ટુ બેક સુપરહિટ ફિલ્મસ આપીને રણવીર સફળતાના શિખરે પહોંચી […]

Uncategorized
011 ફિલ્મ 83ના નફામાંથી પોતાનો ભાગ લેશે રણવીર સિંહ

મુંબઇ,

સલમાન ખાન, શાહરૂખ ખાન જેવા બોલિવૂડના મોટા સુપરસ્ટાર્સ પોતાની ફિલ્મની ફી લેવાને બદલે ફિલ્મના  નફામાં ભાગ લેતા હોય છે. હવે રણવીર સિંહ પણ પોતાની આગામી ફિલ્મ 83ના પ્રોફિટમાં ઘણા શેર લેવાનો છે.

Image result for ranveer singh film 83

સૂત્રોના જણાવ્યા અનુસાર હવે રણવીર સિંહ પણ  પદ્માવત, સિમ્બા અને ગલી બોય જેવી બેક ટુ બેક સુપરહિટ ફિલ્મસ આપીને રણવીર સફળતાના શિખરે પહોંચી ચૂકયો છે. રણવીરની બ્રાન્ડ વેલ્યૂ પણ વધી ગઈ છે.  રણવીર યુવા પેઢીનો હાલનો સૌથી મોટો સ્ટાર ગણાય છે. અને તેના સકસેસ રેટને જોતા  પ્રોડ્યૂસર્સ પણ તેને પ્રોફિટમાં શેર આપતા અચકાતા નથી.

Image result for ranveer singh film 83

વાસ્તવમમાં ઇન્ડસ્ટ્રીમાં બોકસ ઓફિસ પર મોટી કમાણી આપનારા મોટા એક્ટર આ રીતે ફિલ્મ કરે છે. જેનો એક ફાયદો થાય છે કે ફિલ્મ પર એક્ટરની ભારે ફીનો બોજ પડતો નથી.  ફિલ્મ 83 દેશને પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ અપાવનારા મહાન ક્રિકેટર કપિલ દેવની બાયોપિક છે. જેમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે.