Not Set/ હમ આપકે હૈ કોનની અભિનેત્રીની પણ થઇ હતી છેડતી 

મુંબઇ,  હોલીવુડ બાદ મીટુ અભિયાન બોલીવુડમાં પણ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યુ છે. આ અભિયાનને બોલીવુડમાં મોટાભાગની સેલિબ્રિટીઓ દ્વારા આવકારવામાં પણ આવ્યુ છે. આ અભિયાન અંતર્ગત દિવસે દિવસે યૌન શોષણને લઈ નવા ખુલાસા થઈ રહ્યા છે અને આની ઝપેટમાં બોલીવુડના કેટલાક દિગ્ગજ કલાકારો અને નિર્માતા-નિર્દેશકો આવી ગયા છે. હવે આ અભિયાન અંતર્ગત જાણીતી અભિનેત્રી રેણુકા શહાણેએ […]

Uncategorized
ttb હમ આપકે હૈ કોનની અભિનેત્રીની પણ થઇ હતી છેડતી 
મુંબઇ, 
હોલીવુડ બાદ મીટુ અભિયાન બોલીવુડમાં પણ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યુ છે. આ અભિયાનને બોલીવુડમાં મોટાભાગની સેલિબ્રિટીઓ દ્વારા આવકારવામાં પણ આવ્યુ છે.
આ અભિયાન અંતર્ગત દિવસે દિવસે યૌન શોષણને લઈ નવા ખુલાસા થઈ રહ્યા છે અને આની ઝપેટમાં બોલીવુડના કેટલાક દિગ્ગજ કલાકારો અને નિર્માતા-નિર્દેશકો આવી ગયા છે. હવે આ અભિયાન અંતર્ગત જાણીતી અભિનેત્રી રેણુકા શહાણેએ પોતાની સાથે થયેલ આપવીતી જણાવી છે.
ફિલ્મ હમ આપકે હૈ કૌનમાં પૂજાની ભૂમિકા ભજવનાર રેણુકાએ જણાવ્યુ કે,  મેં મારી જીંદગી લોકલ ટ્રેન અને બસમાં યાત્રા કરતા વીતાવી છે. યાત્રા દરમિયાન તમને ખબર હોય છે કે કોઈ તમને અડીને, તમારા સ્તનને દબાવીને નીકળી જશે અથવા આવું જ કંઈક કરવાનો પ્રયત્ન થશે. એનાથી તેમને કોઈ ફરક નથી પડતો કે તમે કંઈ ઉંમરના છો, વિવાહિત કે પછી ગર્ભવતી.
આ ક્યારેય પૂરુ થાય એમ નથી. રેણુકાએ હાલમાં જ ફેસબુક પર એક પોસ્ટ લખી હતી. જેમાં તેણે જણાવ્યુ હતું કે,  નાના પાટેકર અને તનુશ્રી વિવાદ અંગે લખ્યુ હતું.