Not Set/ ભારત માટે સલમાન ખાનને છોડ્યું પોતાનું ઘર, હવે રહેશે આ જગ્યાએ!

મુંબઇ, બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન હાલ તેમની આગામી ફિલ્મ ‘ભારત’ના શૂટિંગમાં વ્યસ્ત છે. અલી અબ્બાસ ઝફર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સલમાન પાંચ અલગ અલગ અવતારમાં જોવા મળશે. આ ફિલ્મ જૂન મહિનામાં ઇદ પર રિલીઝ થઈ રહી છે. જોકે ભારતનેરિલીઝ થવામાં હવે માત્ર 4 મહિના જ બાકી છે, આવમાં ફિલ્મની આખી ટીમ ફિલ્મનું શૂટિંગ સંપૂર્ણ કરવામાં વ્યસ્ત […]

Uncategorized
qqp 11 ભારત માટે સલમાન ખાનને છોડ્યું પોતાનું ઘર, હવે રહેશે આ જગ્યાએ!

મુંબઇ,

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન હાલ તેમની આગામી ફિલ્મ ‘ભારત’ના શૂટિંગમાં વ્યસ્ત છે. અલી અબ્બાસ ઝફર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સલમાન પાંચ અલગ અલગ અવતારમાં જોવા મળશે. આ ફિલ્મ જૂન મહિનામાં ઇદ પર રિલીઝ થઈ રહી છે. જોકે ભારતનેરિલીઝ થવામાં હવે માત્ર 4 મહિના જ બાકી છે, આવમાં ફિલ્મની આખી ટીમ ફિલ્મનું શૂટિંગ સંપૂર્ણ કરવામાં વ્યસ્ત છે.

1542278340 6153 ભારત માટે સલમાન ખાનને છોડ્યું પોતાનું ઘર, હવે રહેશે આ જગ્યાએ!

સલમાન ખાને પણ ભારતને તેમનો સંપૂર્ણ સમય આપવાનો નિર્ણય કર્યો છે અને તેના માટે હવે તેઓ તેનું ઘર છોડીને ફિલ્મ સિટીમાં રહેશે, જેથી તે ફિલ્મનું શૂટિંગ માટે સંપૂર્ણ સમય આપી શકે. મુંબઇના ફિલ્મ સિટી સેટ પર સલમાન ખાન માટે 10 હજાર સ્ક્વેર ફીટ જિમમાં બનાવામાં આવી છે. આ જિમ ખાસ કરીને સલમાન માટે બનાવવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સલમાન આ જ જિમમાં રહી રહ્યા  છે.

Image result for salman khan katrina kaif bharat

સલમાનનું ઘર બાંદ્રામાં છે અને ગોરેગાંવ, ફિલ્મ સિટી આવવા માટે તેમને સખ્ત ટ્રાફિકનો સામનો કરવો પડે છે જેમાં તેમનો ઘણો સમય જતો રહ્યા છે. તેથી, તેમણે આ સમસ્યાથી બચવા નાતે ફિલ્મ સિટીમાં રહેવાનું પસંદ કર્યું છે. મૂવીની શૂટિંગ છેલ્લા શેડ્યૂલમાં ચાલી રહ્યું છે. સલમાન ખાન નથી ઈચ્છતા કે કોઈન પણ કારણથી ફિલ્મમાં વિલંબ થાય કે  કમની રહે. એટલા માટે તેઓ ફિલ્મ પૂરી કરવા દિવસ રાત સેટ પર રહીને ફિલ્મને પૂર્ણ કરવામાં લગ્યા છે.

Related image

તાજેતરમાં ફિલ્મના ટીઝર રિલિઝ કરવામાં આવ્યું હતું જેમાં સલમાનના પાંચ અલગ અલગ અવતારની નાની ઝલક જોવા મળી હતી. પ્રેક્ષકોએ ટીઝર ખૂબ જ પસંદ કર્યું છે. ફિલ્મમાં કેટરીના અને સલમાન ખાન ઉપરાંત, દિશા પાટની, તબ્બુ, નોરા ફતેહી અને સુનિલ ગ્રૉવર મહત્વપૂર્ણ પાત્રોમાં જોવા મળશે. આ મૂવી બ્લોકબસ્ટર કોરિયાઈ ફિલ્મ ‘એન ઓડ ટુ માય ફાધર’ની રિમેક છે.