Not Set/ સલમાન ખાને ફિલ્મ ‘રેસ-3’નું ચોથું પોસ્ટર કર્યું શેર

મુંબઈ ‘સલમાન ખાન‘ની ફિલ્મ ‘રેસ-3’નું ચોથું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ચોથું પોસ્ટર છે જેમાં ‘ડેઝી શાહ‘નું ફર્સ્ટ લુક જોવા મળી રહ્યો છે. સલમાન ખાન, જેક્લીન ફર્નાન્ડીઝ, બોબી દેઓલ અને હવે ડેઝી શાહ નો પ્રથમ લુક રીલીઝ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ પોસ્ટરમાં ડેઝી એક ગ્લેમરસ પરંતુ એક્શન અંદાજમાં જોવા […]

Entertainment

મુંબઈ

‘સલમાન ખાન‘ની ફિલ્મ ‘રેસ-3’નું ચોથું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ચોથું પોસ્ટર છે જેમાં ‘ડેઝી શાહ‘નું ફર્સ્ટ લુક જોવા મળી રહ્યો છે. સલમાન ખાન, જેક્લીન ફર્નાન્ડીઝ, બોબી દેઓલ અને હવે ડેઝી શાહ નો પ્રથમ લુક રીલીઝ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે આ પોસ્ટરમાં ડેઝી એક ગ્લેમરસ પરંતુ એક્શન અંદાજમાં જોવા મળી રહી છે. સલમાનને આ પોસ્ટર શેર કરતા લખ્યું હતું કે Sizzling Sanjana Waiting to explode… મતલબ કે આ ફિલ્મમાં ડેઝીનું નામ સાંજના છે. પોસ્ટર જોઇને લાગે છે કે ડેઝી એક્શન કરતા જોવા મળશે.

મળતી માહિતી મુજબ, ડેઝીની ભૂમિકા અનીલ કપૂરની આજુબાજુ ફરતી જોવા મળશે. તમને યાદ કરાવી દઈએ કે ‘રેસ’ ‘રેસ-2’માં પણ આવી જ એક ભૂમિકા જોવા મળી હતી. જેમાં કે અનીલ કપૂરની નજીકનો રોલ કરતા જોવા મળે છે.

‘રેમો ડિસુઝા’ના નિર્દશનમાં બનાવવામાં આવેલી આ ફિલ્મ ઇદ પર એટલે કે 15 જુનના દિવસે રીલીઝ કરવામાં આવશે.