Not Set/ દીપિકા-રણવીરના લગ્નના સવાલ પર શાહરૂખ ખાને આપ્યું આવુ રિએક્શન

મુંબઇ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ થોડા દિવસ પહેલા તેમની લગ્નની તારીખો જાહેર કરી હતી. ત્યાર પછીથી બંને ઇન્ડસ્ટ્રીથી લઈને ચાહકો અભિનંદન આપી કહી રહ્યા છે. લગ્ન સંબંધી ધાર્મિક વિધિઓ શરૂ થઈ ચુકી છે, જેના ફોટો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે. શાહરૂખ ખાન, જેમણે દીપિકા સાથે હિટ ફિલ્મો આપી હતી, તેમણે આ […]

Entertainment
jw 1 દીપિકા-રણવીરના લગ્નના સવાલ પર શાહરૂખ ખાને આપ્યું આવુ રિએક્શન

મુંબઇ,

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ થોડા દિવસ પહેલા તેમની લગ્નની તારીખો જાહેર કરી હતી. ત્યાર પછીથી બંને ઇન્ડસ્ટ્રીથી લઈને ચાહકો અભિનંદન આપી કહી રહ્યા છે. લગ્ન સંબંધી ધાર્મિક વિધિઓ શરૂ થઈ ચુકી છે, જેના ફોટો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે. શાહરૂખ ખાન, જેમણે દીપિકા સાથે હિટ ફિલ્મો આપી હતી, તેમણે આ લગ્ન પર સવાલ  કરવામાં આવ્યો ત્યારે તેમને ખૂબ જ કપટી રીતે જવાબ આપ્યો હતો.

Related image

ફિલ્મ ‘ઝીરો’ ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન, જ્યારે મીડિયા દીપિકા-રણવીરના લગ્ન પરની પ્રતિક્રિયાઓ જાણવા માગતી હતી ત્યારે તેઓએ કહ્યું, ‘દરેક વ્યક્તિને તેમના જીવનમાં લગ્ન કરવા જોઈએ, પરંતુ તેમના લગ્નમાં હું શું કરીશ? બેગાની શાદીમે અબ્દુલ્લા દીવાના. તેઓ લગ્ન કરશે, તેઓ જીવનનો આનંદ માણશે, તેઓને બાળકો થશે. હું આમાં શું કરીશ? મારા લગ્ન ઘણા સમય પહેલા થઇ ગયા છે તો શું મારે ફરી લગ્ન કરવા જોઈએ? ‘

Image result for deepika padukone ranveer singh

શાહરૂખ ખાને આ સ્ટાર કપલને નવા જીવનની શુભેચ્છા આપતા કહ્યું કે, ‘હું તેમને આશીર્વાદ આપું છું. હું તેમની ખુશીયો માટે પાર્થના કરું છું. ‘ આ પછી, શાહરુખે  કહ્યું કે જ્યારે તેમની કો-સ્ટાર એક્ટ્રેસેસના લગ્ન થાય છે  ત્યારે તેમને કેવું મહેસુસ કરે છે.

Related image

શારુખ ખાને કહ્યું કે, ‘જ્યારે મારી કો-સ્ટાર અભિનેત્રીઓ લગ્ન કરે છે ત્યારે હું ખૂબ જ ખુશ થાવ છું. હું ભાવનાત્મક બની જાવ છું. જ્યારે મેં શ્રીદેવી અને માધુરી જી સાથે કામ કરવાનું શરૂ કર્યું, તેઓએ લગ્ન કર્યાં. તે પછી, મારી સાથે કામ કરતી અભિનેત્રીઓની બીજી પેઢીએ લગ્ન કર્યાં અને હવે આ ત્રીજો સેટ છે, જેના લગ્ન થઈ રહ્યા છે.