Not Set/ એસીબીની કઠોર કાર્યવાહી : સવા ડઝન લાંચિયા અધિકારીઓની દિવાળી બગડી

દિવાળી તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે લાંચ રુશ્વત વિરોધી વિભાગ દ્વારા કડક કામગીરી કરવામાં છે. જેથી સરકારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. એસીબી દ્વારા લગભગ સવા ડઝન સરકારી અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. એસીબી દ્વારા રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી કેટલાક સરકારી અધિકારીઓ લાંચના પૈસે દિવાળી સુધારવા જતા એસીબી દ્વારા એમની દિવાળી બગાડી નાખવામાં આવી છે. […]

Top Stories Gujarat
0f85f656 be2b 4417 857c 20af05bb7469 એસીબીની કઠોર કાર્યવાહી : સવા ડઝન લાંચિયા અધિકારીઓની દિવાળી બગડી

દિવાળી તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે લાંચ રુશ્વત વિરોધી વિભાગ દ્વારા કડક કામગીરી કરવામાં છે. જેથી સરકારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. એસીબી દ્વારા લગભગ સવા ડઝન સરકારી અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

એસીબી દ્વારા રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી કેટલાક સરકારી અધિકારીઓ લાંચના પૈસે દિવાળી સુધારવા જતા એસીબી દ્વારા એમની દિવાળી બગાડી નાખવામાં આવી છે. લાંચ લેતા પકડાયેલા અધિકારીઓના નામ આ મુજબ છે….

  1. વાપીના ઈન્કમટેક્સ ઓફિસર રવિન્દ્ર બોકડે- 1.55 લાખની લાંચ લેતા ઝડપાયા
  2. સુરતના જીપીસીબી ઓફિસર રાજેશ પટેલ- 1.50 લાખની રોકડ મળી
  3. વડોદરાના ઢોર પાર્ટી સુપરવાઈઝર વિક્રમ બોરાડે અને વડોદરાના ઢોર પાર્ટી સિપાહી ગોપાલ રબારી15 હજારની લાંચ લેતા ઝડપાયા
  4. દાહોદ ધાનપુરના ગ્રામ સેવક જેવતા પારેગી- 8000ની લાંચ લેતા ઝડપાયા
  5.  કામરેજના સર્કલ ઈન્સપેકટર કનૈયાલાલ પટેલ અને કામરેજ તા.પં.ના કલાર્ક અતુલ લિંબાસિયા- 1.40 લાખની લાંચ લેતા ઝડપાયા
  6. ભૂજ વનવિભાગના ફોરેસ્ટર જયદિપસિંહ જાડેજા- 40 હજારની લાંચ લેતા ઝડપાયા
  7. મહેસાણા વલાસણા તલાટી ચિંતન ચૌધરી- 18 હજારની લાંચ લેતા ઝડપાયા
  8. નવસારીના લોકરક્ષક રાજેન્દ્ર પંડયા- 35 હજારની લાંચ લેતા ઝડપાયા
  9. ખેડાના લીમડીના હેડ કોન્સ્ટેબલ મકરાણી- 100 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા
  10. ખંભાળિયા રેલવેના સેકશન એન્જીનીયર વિનોદગીરી ગોસ્વામી- 30 હજારની લાંચ લેતા ઝડપાયા
  11. વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશનના એએસઆઈ વલ્લભ વસાવા- 25 હજારની લાંચ લેતા ઝડપાયા 12. ભરૂચ વાલિયાના મધ્યાહન ભોજન સંચાલક મહેશ વસાવા અને ભરૂચ વાલિયાના મામલતદાર જેસીંગ રાઠવા- રૂ. 4250ની લાંચ લેતા ઝડપાયા
  12. વસ્ત્રાપુર બહુમાળી ભવનના કર્લાક રમેશ પરમાર- રૂ. 10 હજારની લાંચ લેતા ઝડપાયા
  13.  પાટણના ફૂડ સેફ્ટી ઈન્સ્પેક્ટર મોનિકા પટેલન – રૂ.15 હજારની લાંચ લેતા ઝડપાયા
  14. સુરતમાં GPCB અધિકારીઓ લાંચ લેવા રજા પર ઉતરી ગયા- રજા પર ઉતરીને ઉઘરાણી કરતા ઝડપાઈ ગયા