મુંબઇ,
ટેલીવિઝનનો પોપ્યુલર ગેમ શો ‘કોન બનેગા કરોડપતિ’ને અમિતાભ બચ્ચનના ચાહકો જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ ખુબ જ પસંદ કરે છે. હાલ આ ગેમ શોની 10મી સીઝન ચાલી રહી છે. એટલા માટે સમય સાથે આ શો ટીઆરપી લિસ્ટમાં ધીમે ધીમે ઉપર આવી રહો છે.
આ વખતે ‘KBC’નું 10 સીઝન 3 સપ્ટેમ્બર 2018ના રોજ ઓનએયર થયો હતો. આં વખતે શોની ટેગ લાઈન ‘કબ તક રોકેગે’ રાખવામાં આવી હતી. અમિતાભ બચ્ચને પણ શોને સામાન્ય માણસ માટે મહત્વપૂર્ણ કહેતા જણાવ્યું હતું કે એક સામાન્ય માણસ મુશ્કેલીઓમાં હોવા છતાં હંમેશા પ્રયત્ન કરતો રહે છે. તેથી આ શો ની ટેગ લાઇન આ રાખવામાં આવી છે.
હવે આ પોપ્યુલર શોનું આ સીઝન તેના અંતની તરફ આવી રહ્યો છે. સોમવારથી શુક્રવાર પ્રસારિત થનાર શો 23 નવેમ્બરે ઓફ એયર થઇ જશે. કહેવામાં આવે છે કે આ શો બંધ થવાનું પછી ચેનલ કેબીસી 10 ની જગ્યાએ 2 નવી ડેલી સોપ લોન્ચ કરવા જઈ રહ્યા છે. હવે જોવાનુએ છે કે કેબીસી 10 ની જગ્યાએ આ બંને સીરીલોને દર્શકો કેટલી પસંદ કરે છે.