Not Set/ શિલ્પાના પરિવારે લોન લઇ પરત ના કરી,કોર્ટે કાઢ્યું સમન્સ

મુંબઇ પૈસાના  વિવાદના એક કિસ્સામાં શિલ્પા શેટ્ટી, તેની બહેન શમીતા શેટ્ટી અને માતા સુનંદા શેટ્ટીને કોર્ટમાં જવું પડ્યુ છે.. ઓટોમોબાઈલ કંપનીના માલિક પરહાદ આમરાએ ફરિયાદ છે કરી કે શિલ્પાના પિતાએ તેમના પાસેથી 21 લાખ રૂપિયા ઉધાર લીધા હતા અને હવે તેમનો પરિવાર આ રકમ પરત નથી કરી રહ્યો.શિલ્પાના પિતાનું મૃત્યુ થયું હોવાથી આ વિવાદ વકર્યો છે.શિલ્પા […]

Uncategorized
jjo 9 શિલ્પાના પરિવારે લોન લઇ પરત ના કરી,કોર્ટે કાઢ્યું સમન્સ

મુંબઇ

પૈસાના  વિવાદના એક કિસ્સામાં શિલ્પા શેટ્ટી, તેની બહેન શમીતા શેટ્ટી અને માતા સુનંદા શેટ્ટીને કોર્ટમાં જવું પડ્યુ છે.. ઓટોમોબાઈલ કંપનીના માલિક પરહાદ આમરાએ ફરિયાદ છે કરી કે શિલ્પાના પિતાએ તેમના પાસેથી 21 લાખ રૂપિયા ઉધાર લીધા હતા અને હવે તેમનો પરિવાર આ રકમ પરત નથી કરી રહ્યો.શિલ્પાના પિતાનું મૃત્યુ થયું હોવાથી આ વિવાદ વકર્યો છે.શિલ્પા શેટ્ટી અને તેના પરિવારએ આ લોનનો ઇનકાર કર્યો છે.

જો કે પરહાદે કોર્ટમાં ફરિયાદ કરતાં શિલ્પા શેટ્ટીના નામનું કોર્ટ સમન્સ કાઢ્યું છે જેથી  શેટ્ટી પરિવાર 29 જાન્યુઆરીના રોજ કોર્ટમાં હાજર થશે.

મીડિયા અહેવાલો અનુસાર પરહાદે ફરિયાદ કરી છે કે સ્વર્ગીય સુરેન્દ્ર શેટ્ટીએ 2015 માં બિઝનેસ કરવા માટે 21 લાખ રૂપિયા લોન પેટે લીધા હતા.જેને તેમણે 2017 માં વ્યાજ સાથે પાછા આપવાના હતા. પરહાદે કહ્યું કે સુરેન્દ્ર સાથે તેનો સારો સંબંધ હતો. જુલાઈ 2015 માં, તેમણે તેમને મદદ કરવા માટે તેમને પૈસા આપ્યા હતા.

અહેવાલ અનુસાર, આમરાએ આ પૈસા ત્રણ હપ્તાઓમાં આપ્યા હતા. સુરેન્દ્રની કંપનીના નામ ચેક દ્વારા બધા પૈસા આપવામાં આવ્યા હતા આમારા કહે છે કે સુનંદા અને તેની પુત્રીઓ આ બિઝનેસમાં ભાગીદાર હતા તેથી તેઓ આ લેણદેણ વિશે જાણતા હતા. પરંતુ 2016 માં સુરેન્દ્રનું અવસાન થયું. આ પછી  શેટ્ટીના પરિવારએ દેવું ચૂકવાનું ઇનકાર કર્યો હતો.