Not Set/ શ્રીદેવીનો અંતિમ વીડીયો થઇ રહ્યો છે વાયરલ, બોની કપૂરે કર્યો શેર

મુંબઇ, શ્રીદેવી-બોની કપૂરની લવ સ્ટોરી કોઈ ફિલ્મની સ્ટોરી કરતા ઓછી નથી. બન્નેને શૂટિંગ સેટ પર પ્રેમ થયો અને જમાનાની પરવાહ કર્યા વિના બંનેએ લગ્ન કર્યાં. શ્રીદેવી સંગ તેમની યાદગાર લવ સ્ટોરી પર બોની કપૂર ઘણી વાર ચર્ચા કરી ચુક્યા છે. તેમણે કહ્યું કે, મારી અને શ્રી ની લવસ્ટોરી ખુલી કિતાબ જેવી છે. જ્યારે શ્રીદેવીનું મૃત્યુ […]

Trending Entertainment Videos
01 21 શ્રીદેવીનો અંતિમ વીડીયો થઇ રહ્યો છે વાયરલ, બોની કપૂરે કર્યો શેર

મુંબઇ,

શ્રીદેવી-બોની કપૂરની લવ સ્ટોરી કોઈ ફિલ્મની સ્ટોરી કરતા ઓછી નથી. બન્નેને શૂટિંગ સેટ પર પ્રેમ થયો અને જમાનાની પરવાહ કર્યા વિના બંનેએ લગ્ન કર્યાં. શ્રીદેવી સંગ તેમની યાદગાર લવ સ્ટોરી પર બોની કપૂર ઘણી વાર ચર્ચા કરી ચુક્યા છે. તેમણે કહ્યું કે, મારી અને શ્રી ની લવસ્ટોરી ખુલી કિતાબ જેવી છે. જ્યારે શ્રીદેવીનું મૃત્યુ થયું ત્યારે બોની કપૂર તેમની સાથે હતા. પરંતુ અકસ્માતમાં શ્રીદેવીનું મૃત્યુ  થઇ ગયું. બોની કપૂર આ સદમાથી હજુ સુધી બહાર આવી શક્ય નથી.

શ્રીદેવી વિશે વાત કરતાઆજે પણ બોની કપૂરની આંખો ભરાઈ આવે છે. શ્રીદેવીની પહેલી બરસી પર બોની કપૂરે એક વીડીયો સોશિઅલ મીડિયા પર શેર કર્યું છે જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. શ્રીદેવીની છેલ્લી તસ્વીરોથી બનાવેલો આ વીડીયો દુબઈમાં યોજાયેલ ફેમિલી ફંક્શનનો છે.

શ્રીદેવી મોહિત મારવાહનાં લગ્નમાં પરિવાર સાથે દુબઇ ગઈ હતી. આ વીડીયોને ગયા વર્ષે શેર કરવામાં આવ્યો હતો. જેમાં પરિવારને મળતા જોવા મળી રહી છે શ્રીદેવી. ખુશીને ઝૂમી રહેલ શ્રીદેવીની કદી ન ભૂલાય તેવી યાદો છે. શ્રીદેવીના એકાઉન્ટથી શેર કરવામાં આવેલ ઘણા ફોટાઓ પણ વાયરલ થઈ રહ્યા છે. આમાં તેમની નાની દીકરી ખુશી કપૂર સાથે જોવા મળી રહી છે.

આપને જણાવી દઈએ કે શ્રીદેવીની બરસી પર 14 ફેબ્રુઆરીએ, કપૂર પરિવારએ પૂજાનું આયોજન કર્યું હતું. આ પૂજામાં અનિલ કપૂર, સુનીતા કપૂર સહિતના પરિવારના નજીકના લોકો આવ્યા હતા.