Not Set/ સુષ્મિતા સેને બોયફ્રેન્ડ સાથે મનાવ્યો વેલેન્ટાઇન ડે, શેર કરી રોમેન્ટિક તસ્વીરો

દર વર્ષે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવે છે. દરેક પ્રેમી યુગલ આ દિવસની આતુરતાથી રાહ જુએ છે. એવું કહી શકાય કે, તમારા જીવનસાથી પ્રત્યેનો તમારો પ્રેમ વ્યક્ત કરવા માટે આના કરતાં સારો દિવસ બીજો કોઈ હોઈ શકે નહીં. બોલિવૂડ સ્ટાર્સ પણ વેલેન્ટાઇન ડે માટે દિવાના છે. આ દરમિયાન, લવ લાઇફને કારણે અવારનવાર સમાચારોમાં […]

Uncategorized
Untitled 158 સુષ્મિતા સેને બોયફ્રેન્ડ સાથે મનાવ્યો વેલેન્ટાઇન ડે, શેર કરી રોમેન્ટિક તસ્વીરો

દર વર્ષે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવે છે. દરેક પ્રેમી યુગલ આ દિવસની આતુરતાથી રાહ જુએ છે. એવું કહી શકાય કે, તમારા જીવનસાથી પ્રત્યેનો તમારો પ્રેમ વ્યક્ત કરવા માટે આના કરતાં સારો દિવસ બીજો કોઈ હોઈ શકે નહીં. બોલિવૂડ સ્ટાર્સ પણ વેલેન્ટાઇન ડે માટે દિવાના છે.

આ દરમિયાન, લવ લાઇફને કારણે અવારનવાર સમાચારોમાં રહેતી સુષ્મિતા સેને તેના 15 વર્ષ નાના બોયફ્રેન્ડ રોહમન શોલ અને તેની દીકરીઓ સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી હતી. સુષ્મિતા સેને તેના ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસ્વીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

Instagram will load in the frontend.

ફોટોમાં રોહમન અને સુષ્મિતા રોમેન્ટિક લાગી રહ્યા છે. મોડી રાતે બધાએ વેલેન્ટાઇન ડે પર કેક કાપી અને તેમના ઘરને સુંદર લાઈટથી શણગારેલું છે.

સુષ્મિતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લા 10 વર્ષથી ફિલ્મોમાં જોવા મળી નથી. તે છેલ્લે ફિલ્મ ‘નો પ્રોબ્લેમ’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સુષ્મિતા સાથે અનિલ કપૂર, સંજય દત્ત, કંગના રનૌત, અક્ષય ખન્ના અને શક્તિ કપૂર હતા. જ્યારે  તેણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ફિલ્મોમાં પાછા ફરવાની જાહેરાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.