Not Set/ ATM ફ્રોડના શિકાર બન્યો આ એકટર, 50 હજારની થઈ છેતરપિંડી, નોંધાવી FIR

મુંબઈ, સ્વરાગિની ફેમ એક્ટર નમિષ તનેજા એટીએમ ફ્રોડનો શિકાર થયા છે. તેમની સાથે 50 હજારની છેતરપિંડી થઈ છે. આ છેતરપિંડી વિશે જાણવા મળ્યા બાદ અભિનેતાએ મુંબઈના આંબલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. પરંતુ રાહતની વાત એ છે કે તેમને 50 હજારનું આ નુકસાન ભરપાઈ કરવાની રહેશે નહીં. કારણ કે જો બેંકની બેદરકારીને કારણે આવું થયું […]

Uncategorized
aaaaaaaaaamahi pp 6 ATM ફ્રોડના શિકાર બન્યો આ એકટર, 50 હજારની થઈ છેતરપિંડી, નોંધાવી FIR

મુંબઈ,

સ્વરાગિની ફેમ એક્ટર નમિષ તનેજા એટીએમ ફ્રોડનો શિકાર થયા છે. તેમની સાથે 50 હજારની છેતરપિંડી થઈ છે. આ છેતરપિંડી વિશે જાણવા મળ્યા બાદ અભિનેતાએ મુંબઈના આંબલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. પરંતુ રાહતની વાત એ છે કે તેમને 50 હજારનું આ નુકસાન ભરપાઈ કરવાની રહેશે નહીં. કારણ કે જો બેંકની બેદરકારીને કારણે આવું થયું છે, તો બેંક ચૂકવણું કરશે.

નમિશે જણાવ્યુ કે, “હું સિનેમાઘરમાં એક મૂવી જોઈ રહ્યો હતો, ત્યારે મેં અજાણ્યા નંબર પરથી ઘણાં મિસ્ડ કોલ્સ જોયા.જ્યારે મે કોલ બેક કર્યો. ત્યારે જાણવા મળ્યું કે બેન્કથી કોઇ મને મારું ડેબિટ કાર્ડ બ્લોક કરવાની માહિતી આપવા માટે સંપર્ક કરી રહ્યું છે. ”

Instagram will load in the frontend.

નમિષના કહેવા પ્રમાણે, “તેઓએ મને કહ્યું કે તેઓએ મારા એકાઉન્ટથી છેતરપિંડી દ્વારા લેવડદેવડ થવાની શંકા છે. હું જ્યારે મેસેજ જોયો ત્યારે મને આંચકો લાગ્યો કે 10,000 ઉપાડના 5 સંદેશા આવ્યા છે.”

નમિષ સાથેની આ ઘટના ગણેશ ચતુર્થી પર બની હતી. નમિષ તનેજા ટીવીના જાણીતા અભિનેતા છે. તેનો નવો શો વિદ્યા ટૂંક સમયમાં પ્રસારિત થવા જઈ રહ્યો છે. આમાં તે મહેશ પાંડેની ભૂમિકામાં જોવા મળશે. નમિષને ટીવી શો સ્વરાગિનીથી નાના પડદે ઓળખ મળી. આમાં તેણે લક્ષ્ય મહેશ્વરીની ભૂમિકા ભજવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.