Not Set/ અભિનેતા ઇશાન ખટ્ટર બાળપણથી માને છે આ એક્ટરને પોતાના ગુરુ…

મુંબઈ ‘ધડક‘માં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા ઇશાન ખટ્ટર બાળપણમાં પોતાના મોટા ભાઇ શાહિદ કપૂરની નકલ કરતા હતા. તેમણે જણાવ્યું હતું કે ડાન્સના મામલેમાં તેઓ હજુ પણ શાહિદને તેમના ગુરુ માને છે. ફિલ્મ ‘ધડક’ માં ઈશાન ખટ્ટર જહાનવી કપૂર સાથે પહેલી વાર જોવા મળશે. શશાંક ખેતાન દ્વારા દિગ્દર્શિત જહાનવી કપૂરની આ પ્રથમ ફિલ્મ છે. કરણ જોહરે […]

Uncategorized
mahi jk 1 અભિનેતા ઇશાન ખટ્ટર બાળપણથી માને છે આ એક્ટરને પોતાના ગુરુ...

મુંબઈ

‘ધડક‘માં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા ઇશાન ખટ્ટર બાળપણમાં પોતાના મોટા ભાઇ શાહિદ કપૂરની નકલ કરતા હતા. તેમણે જણાવ્યું હતું કે ડાન્સના મામલેમાં તેઓ હજુ પણ શાહિદને તેમના ગુરુ માને છે. ફિલ્મ ‘ધડક’ માં ઈશાન ખટ્ટર જહાનવી કપૂર સાથે પહેલી વાર જોવા મળશે. શશાંક ખેતાન દ્વારા દિગ્દર્શિત જહાનવી કપૂરની આ પ્રથમ ફિલ્મ છે.

કરણ જોહરે પ્રોડક્શન કરેલ ફિલ્મ ધડક મરાઠી બ્લોકબસ્ટર ફિલ્મ ‘સૈરાટ’ની સત્તાવાર હિન્દી રિમેક છે. ઈશાનને જયારે ટ્રેઇલર પર શાહિદ કપૂર રિએક્શન વિશે પૂછવામાં આવ્યું ત્યાર, તેમણે જણાવ્યું હતું કે, “તેઓ ઉતરાખંડમાં હતા અને તેમની આગામી ફિલ્મનું શુટિંગમાં વ્યસ્ત હતા અને ટ્રેલર તેમનું રિએક્શન સારું હતું. જ્યારે તેઓ ધડકનું ટાઈટલ ટ્રેક જોયું ત્યારે મને ફોન કરીને જણાવ્યું હતું કે સોંગ અને વિડીયો ખુબ જ સારો અને મને ખુબ જ પસંદ આવ્યું છે.

ઇશને કહ્યું હતું કે, “હું નાનો હતો ત્યારે તેમની કોપી કરતો હતો, મને લાગે છે કે આ અમારી જીન્સમ છે. અમને બંનેની માતા નિલિમા અઝીમના ગુણો છે અને મેં તેમને (શાહિદ) બાળપણથી મારા શિક્ષક તરીકે ગણ્યા છે. ફિલ્મ વિશે વાત કરીએ તો, ધડક 20 જુલાઈએ રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મમાં ઇશાને એક નિર્દોષ યુવાન છોકરાની ભૂમિકા ભજવી છે. ઇશાન અને જહાનવીનું કામ ફિલ્મમાં ખૂબ પ્રશંસા મેળવી રહ્યું છે.