Not Set/ ફિલ્મ ભાવેશ જોષીનું પ્રથમ ટીઝર લોન્ચ કરવામાં આવ્યું

મુંબઈ, ફિલ્મ મિર્જિયાથી પોતાની બોલીવુડ કારકિર્દીની શરુઆત કરનાર હર્ષવર્ધન કપુરની આગામી બહુચર્ચિત ફિલ્મ ભાવેશ જોષી સુપરહિરોનુ ટીઝર આખરે લોન્ચ થઈ ગયુ છે. નિર્દેશક વિક્રમાદિત્ય મોટવાનીની ફિલ્મ ભાવેશ જોષી સુપરહિરોની હાલ ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. ફિલ્મમાં હર્ષવર્ધન કપૂર લીડ રોલમાં છે.હર્ષવર્ધન હાલ પોતાની ફિલ્મ ભાવેશ જોષી સુપરહિરોના શુટિંગમાં વ્યસ્ત છે.  ભાવેશ જોષી સુપરહિરો, એક […]

Entertainment
bhavesh joshi ફિલ્મ ભાવેશ જોષીનું પ્રથમ ટીઝર લોન્ચ કરવામાં આવ્યું

મુંબઈ,

ફિલ્મ મિર્જિયાથી પોતાની બોલીવુડ કારકિર્દીની શરુઆત કરનાર હર્ષવર્ધન કપુરની આગામી બહુચર્ચિત ફિલ્મ ભાવેશ જોષી સુપરહિરોનુ ટીઝર આખરે લોન્ચ થઈ ગયુ છે. નિર્દેશક વિક્રમાદિત્ય મોટવાનીની ફિલ્મ ભાવેશ જોષી સુપરહિરોની હાલ ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. ફિલ્મમાં હર્ષવર્ધન કપૂર લીડ રોલમાં છે.હર્ષવર્ધન હાલ પોતાની ફિલ્મ ભાવેશ જોષી સુપરહિરોના શુટિંગમાં વ્યસ્ત છે.  ભાવેશ જોષી સુપરહિરો, એક યુવાનની વાર્તા છે. આનુ શુટિંગ મુંબઈના આસપાસ રહેલ યુનિક લોકેશંસ પર થયુ છે.

ફિલ્મમાં ખૂબ જ એક્શન્સ સીન્સ પણ છે. 1 મિનિટ 25 સેકન્ડના આ ટીઝરમાં જે સીન નજરે પડી રહ્યા છે તે રાતના અંધારામાં શુટ થયેલ છે, જેમાં માસ્ક પહેરેલ એક સુપરહિરો નજરે પડે છે, જે અન્યાય અને ખરાબ તાકાતો સામે લડતો જોવા મળે છે.

ફિલ્મમાં હર્ષવર્ધન કપુર ભાવેશ જોષી સુપરહિરોની ભૂમિકામાં નજરે પડી રહ્યો છે. આ ફિલ્મ ચાલુ વર્ષે મે મહિનામાં રીલીઝ કરાશે.