Not Set/ 30 મિનિટમાં 18 બીયર પી જાય છે આ જેમ્સ બોન્ડ

ન્યુયોર્ક, જેમ્સ બોન્ડની ફિલ્મો તમે જોઇ હશે તો તમને બોન્ડ દારૂ અને સિગરેટ પીતાં અવારનવાર જોવા મળશે.જો કે જેમ્સ બોન્ડ રીલ લાઇફ નહીં પરંતું રીયલ લાઇફમાં પણ દારૂના શોખીન છે.જેમ્સ બોન્ડ સ્ટાર ડેનિયલ ક્રેગનું કહેવું છે કે તે 30 મિનિટમાં 18 બિયર પી જાય છે.જો કે ઓછી મિનિટમાં વધુ બિયર પીવાનું કારણ આપતાં તે કહે […]

Entertainment
vc 1 30 મિનિટમાં 18 બીયર પી જાય છે આ જેમ્સ બોન્ડ

ન્યુયોર્ક,

જેમ્સ બોન્ડની ફિલ્મો તમે જોઇ હશે તો તમને બોન્ડ દારૂ અને સિગરેટ પીતાં અવારનવાર જોવા મળશે.જો કે જેમ્સ બોન્ડ રીલ લાઇફ નહીં પરંતું રીયલ લાઇફમાં પણ દારૂના શોખીન છે.જેમ્સ બોન્ડ સ્ટાર ડેનિયલ ક્રેગનું કહેવું છે કે તે 30 મિનિટમાં 18 બિયર પી જાય છે.જો કે ઓછી મિનિટમાં વધુ બિયર પીવાનું કારણ આપતાં તે કહે છે કે  તેની લોકપ્રિયતાના કારણે તે ઓછામાં ઓછા સમયમાં વધુ ડ્રિન્ક કરવામાં માહેર થઈ ગયો છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે હોલિવૂડ એક્ટર ડેનિયલ ક્રેગે જણાવ્યું કે એક પ્રોગ્રામાં મને પબમાં લગભગ 30 મિનિટની આ તક મળી. તે સમય દરમિયાન હું 18 બિયરની બોટલ પી ગયો.મારા ચાહકો એટલા બધા ભેગા થયાં હતા કે મારે ફટાફટ બોટલો ખાલી કરવી પડી.

ડેનિયલ ક્રેગનું કહેવું છે કે તે જ્યારે રાત્રે ફરવા નીકળે ત્યારે સ્માર્ટફોનના કારણે તે પરેશાન થઈ જાય છે કારણકે લોકો સતત તેની સાથે સેલ્ફી લેવા માટે પહોંચી જાય છે.ચાહકોના આ પ્રેમને કારણે તેને દારૂ પીવામાં પણ ખલેલ પડે છે.

ઉલ્લેખનીય છે કે ક્રેગને ડ્રિન્ક કરવું પસંદ છે અને તે હંમેશાં નવા પબની મુલાકાત લેતો જ રહે છે.ડેનિયલ ક્રેગનું કહેવું છે કે આખો દિવસ ઓટોગ્રાફ સાઈન કરવામાં તેને કોઈ વાંધો નથી પણ રાત્રે જ્યારે તે ડ્રિન્ક એન્જોય કરવા માટે કોઈ બારમાં જાય ત્યારે ફોટો ખેંચાવવો તેને પસંદ નથી. જેમ્સ બોન્ડ ફેમ ડેનિયલ ક્રેગનું કહેવું છે કે તે હવે સામાન્ય માણસની જેમ જીવન નથી જીવી શકતો કારણકે હવે તમામ લોકો પાસે સ્માર્ટફોન છે અને સતત સેલ્ફી લેવા માટે પહોંચી જાય છે.