Not Set/ મિમોહ પર રેપનો આરોપ લાગતા સાસુ આવ્યા બચાવમાં, કહ્યું દરેકનો એક ભૂતકાળ હોય છે..

મુંબઈ મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષયના લગ્ન 7 જુલાઈએ ‘યસ બોસ’ ફેમ એક્ટ્રેસ શીલા શર્માની પુત્રી મદાલસા  શર્મા સાથે થઇ રહ્યા છે, જો કે, થોડા દિવસ પહેલા મહાક્ષય સામે બળાત્કારના કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી, ત્યારબાદ લગ્ન માટે કેટલીક રિપોર્ટ્સમાં આશંકા જણાવવામાં આવી હતી, પરંતુ હવે શીલા શર્માએ એક નિવેદનમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે તેની પુત્રીના […]

Entertainment
mahioo 1 મિમોહ પર રેપનો આરોપ લાગતા સાસુ આવ્યા બચાવમાં, કહ્યું દરેકનો એક ભૂતકાળ હોય છે..

મુંબઈ

મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષયના લગ્ન 7 જુલાઈએ ‘યસ બોસ’ ફેમ એક્ટ્રેસ શીલા શર્માની પુત્રી મદાલસા  શર્મા સાથે થઇ રહ્યા છે, જો કે, થોડા દિવસ પહેલા મહાક્ષય સામે બળાત્કારના કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી, ત્યારબાદ લગ્ન માટે કેટલીક રિપોર્ટ્સમાં આશંકા જણાવવામાં આવી હતી, પરંતુ હવે શીલા શર્માએ એક નિવેદનમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે તેની પુત્રીના લગ્ન નિયત તારીખે થશે.

એક ઇન્ટરવ્યુંમાં શીલાએ જણાવ્યું હતું કે, “આ (લગ્ન) 7 મી જુલાઈના રોજ થશે. મિમોહ તેને (ફરિયાદી ને) 2015 માં મળ્યા હતા અને અમને પહેલાથી જ આ વિશે જાણકારી છે. પરંતુ મિમોહને સમસ્યા ઊભી કરી છે લગ્ન થોડા દિવસ જ બાકી છે ત્યારે શા માટે તે હવે ના પાડી રહી છે? શા માટે તે એક્શન લેવા માટે આટલી રાહ જોઈ છે.? દરેક વ્યક્તિ પોતાનું ભૂતકાળ ધરાવે છે અને અમે સત્યને જાણીએ છીએ.

મહાક્ષય સામે ફરિયાદીના એડવોકેટ નીરજ ગુપ્તાએ કહ્યું હતું કે, “નવી દિલ્હીના બેગમપુર પોલીસ સ્ટેશનમાં, મિમોહ અને શ્રીમતી યોગીતા બાલી સામે આઇપીસીની કલમ 376, 328, 313, 417, 506 હેઠળ કેસ દાખલ કર્યો છે.” તેમણે જણાવ્યું હતું કે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી છે અને તેઓ 7 જુલાઈએ બીજી છોકરી સાથે લગ્ન કરતા પહેલાં આરોપીઓની ધરપકડ કરવા ઈચ્છે છે.

આ કિસ્સામાં, દિલ્હી રોહિણી કોર્ટે આદેશ આપ્યો હતો કે મિથુનના પુત્ર સામે રેપ અને છેતરપિંડીનો કેસ રજીસ્ટર થશે. ગર્ભપાતનો એક કેસ પણ નોંધવો જોઈએ. મહાક્ષયની માતા યોગીતા બાલી પર પુત્રનાં ગુનાઓને મદદ કરવાનો આરોપ પણ છે. તેમને સામે કેસ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે.

આ અઠવાડિયે મહાક્ષયના લગ્ન છે. તેઓ ઊટીમાં મોનાર્ક હોટેલમાં લગ્ન કરશે. મિથુન ચક્રવર્તી પોતે આ હોટલની માલિકી છે.