Not Set/ દુનિયાનો આ ફેમસ સીંગર અમદાવાદમાં કરશે લાઇવ પરફોર્મન્સ

અમદાવાદ વર્લ્ડ ફેમસ કેનેડીયન સિંગર, સોંગ રાઈટર બ્રાયન એડમ્સ ભારતની મુલાકાતે આવતાં ઓક્ટોબર મહિનામાં આવી રહ્યાં છે. ભારતનાં પાંચ શહેરોમાં બ્રાયન એડમ્સ ‘ધ અલ્ટીમેટ ટુર’નાં ભાગ રૂપે લાઇવ શો કરવાનાં છે. બ્રાયનની આ ટુરમાં અમદાવાદ પણ છે. બ્રાયન એડમ્સ 9 ઓક્ટોબરે અમદાવાદમાં લાઇવ શો કરશે. એડમ્સ પોતાની આ ‘ધ અલ્ટીમેટ ટુર’નાં ભાગ રૂપે સૌ પ્રથમ […]

Entertainment
WO દુનિયાનો આ ફેમસ સીંગર અમદાવાદમાં કરશે લાઇવ પરફોર્મન્સ

અમદાવાદ

વર્લ્ડ ફેમસ કેનેડીયન સિંગર, સોંગ રાઈટર બ્રાયન એડમ્સ ભારતની મુલાકાતે આવતાં ઓક્ટોબર મહિનામાં આવી રહ્યાં છે. ભારતનાં પાંચ શહેરોમાં બ્રાયન એડમ્સ ‘ધ અલ્ટીમેટ ટુર’નાં ભાગ રૂપે લાઇવ શો કરવાનાં છે. બ્રાયનની આ ટુરમાં અમદાવાદ પણ છે.

संबंधित इमेज

બ્રાયન એડમ્સ 9 ઓક્ટોબરે અમદાવાદમાં લાઇવ શો કરશે. એડમ્સ પોતાની આ ‘ધ અલ્ટીમેટ ટુર’નાં ભાગ રૂપે સૌ પ્રથમ અમદાવાદમાં તારીખ 9 ઓક્ટોબરે સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે પરફોર્મ કરશે . ત્યારબાદ હૈદરાબાદ, મુંબઈ, બેંગ્લોર અને દિલ્લી શહેરમાં પરફોર્મ કરશે. ભારતની આ ટુર એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક ઇન્ડિયા લીમીટેડ અને ઇન્ફીબીમ ડીજીટલ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લીમીટેડ દ્વારા આયોજિત કરવામાં આવી છે.અમદાવાદમાં એડમ્સના શોની ટીકીટો અત્યારથી બુક થવા લાગી છે.

संबंधित इमेज

બ્રાયન એડમ્સનું નામ પડે એટલે તરત જ તમારાં મગજમાં ‘સમર ઓફ ’69’ આવ્યું હશે.1984માં આવેલાં આ સિંગરનાં ‘રેક્લેશ’ આલ્બમને કારણે એને વિશ્વમાં ખ્યાતી અપાવી. માત્ર કેનેડા જ નહી પરંતુ વિદેશમાં પણ તેઓ જાણીતા થયા. રેક્લેશ આલ્બમમાં એડમ્સનાં એવાં અમુક સોન્ગ્સ હતાં જે આજે પણ બેસ્ટ સોન્ગ્સ તરીકે જાણીતાં છે. જેવાં કે ‘રન ટુ યુ’ , ‘સમર ઓફ ’69’. 58 વર્ષીય આ કેનેડીયન સિંગર માત્ર ગાયક નથી પરંતુ મલ્ટી ટેલેન્ટેડ છે. બ્રાયન ગાય એડમ્સ ગાયક છે ઉપરાંત ગીતો પણ લખે છે.એક ગીટારિસ્ટ પણ છે. તેઓ રેકોર્ડ પ્રોડ્યુસર પણ છે.એડમ્સને ફોટોગ્રાફીનો પણ ઘણો શોખ છે અને તેઓ એક પ્રોફેશનલ ફોટોગ્રાફર પણ છે. આ ઉપરાંત આ ‘ગ્રેમી વિનર’ સિંગર સમાજનાં વેલફેર માટે પણ કામ કરે છે.બ્રાયન ગીટાર ઉપરાંત પિયાનો અને હાર્મોનીકા પણ વગાડે છે.

संबंधित इमेज

 ‘વેકીંગ અપ ધ નેઈબર્સ’ આલ્બમનું સોંગ ‘આઈ ડુ ઈટ ફોર યુ’ દુનિયાભરમાં ફેમસ થયું હતું અને અમુક દેશોમાં તો નંબર વન પર પહોચી ગયું હતું. આ ઉપરાંત તેમનાં દ્વારા ગવાયેલા સિંગલ્સ ‘હેવન’ , ‘ઓલ ઓફ લવ પણ ઘણાં ફેમસ છે. વર્ષ 2011માં એડમ્સનો સમાવેશ ‘હોલીવુડવોક ઓફ ધ ફેમમાં થયો હતો.

संबंधित इमेज

આવો ટોપ મોસ્ટ ફેમસ સિંગર ભારતનાં અમદાવાદ શહેરમાં આવે એ ઘણી જ મોટી વાત છે.આ અગાઉ ભારતમાં એડ શેરન, જસ્ટીન બીબર જેવાં ગ્લોબલ સિંગર લાઇવ પરફોર્મ કરી ચુક્યા છે અને હવે બ્રાયન એડમ્સ ભારતને એક નવો જ એક્સપીરીયન્સ આપશે. તમને જણાવી દઈએ કે આ કલાકારે પોતાનાં એક સ્ટેટ મેન્ટ માં કહ્યું હતું કે, ભારત દેશ એનાં ગમતાં સ્થળોમાંનું એક છે. બ્રાયન ‘અલ્ટીમેટ’ પરફોર્મ કરવાનાં છે જેમાં 21 ગીતો છે જે નવેમ્બર 2017માં રીલીઝ કરવામાં આવ્યાં હતા‘અલ્ટીમેટ’ પાંચ લાઇવ આલ્બમ્સ, 13 સ્ટુડિયો આલ્બમ્સ અને 75 થી વધુ સિંગલ્સને એકઠા કરીને બનાવામાં આવેલું સંકલન છે.