અરવલ્લી,
અરવલ્લીમાં કેટલાક ગામડાઓમાં પાટીદારોએ હાર્દિકના સમર્થનમાં માથે મુંડન કરાવ્યું હતું અને મહિલાઓ ઉપવાસ ઉપર ઉતરી રામધૂન બોલાવી ઉપવાસ આંદોલનમાં સમર્થન કર્યું છે.
પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા અનામતની માંગણીને લઇ સરકારની મંજૂરી નહીં મળતા પોતાના ઘરે જ ઉપવાસ આંદોલન ચાલુ કર્યુ છે. ત્યારે ઉપવાસના આજે 11મા દિવસે પાટીદાર ભાઈઓ અને મહિલાઓ પણ હાર્દિકના સમર્થનમાં બહાર આવ્યા છે. અરવલ્લીમાં યુવાનોએ માથે મુંડન કરાવ્યું હતું. પોતાના વાળ હાર્દિક માટે ત્યાગ કરી તેને સમર્થન આપ્યું હતું.