Not Set/ થોડી સેક્સિસ્ટ વિચારધારા હજી પણ છે: નંદિતા દાસ

 મુંબઈ ફિલ્મોને પોતાનુ પ્રોફેશન નહીં પણ શોખ માનતી નંદિતા દાસ નિર્દેશક તરીકે પોતાની પ્રથમ ફિલ્મ ‘ફિરાક’ના 10 વર્ષ બાદ હવે ‘મંટો’ ફિલ્મને લઈને પરત ફરી છે. નંદિતાએ ‘મંટો’ ફિલ્મના પ્રમોશન દરમિયાન કેટલાક પ્રશ્નો અંગે જવાબો આપ્યા. ‘ફિરાક’ના 10 વર્ષ બાદ હવે ‘મંટો’ આ 10 વર્ષમાં મહિલા ડારેક્ટરને લઈને ઈન્ડસ્ટ્રીની વિચારધારામાં શું બદલાવ આવ્યો છે?  તેના […]

Uncategorized
t45 થોડી સેક્સિસ્ટ વિચારધારા હજી પણ છે: નંદિતા દાસ

 મુંબઈ

ફિલ્મોને પોતાનુ પ્રોફેશન નહીં પણ શોખ માનતી નંદિતા દાસ નિર્દેશક તરીકે પોતાની પ્રથમ ફિલ્મ ‘ફિરાક’ના 10 વર્ષ બાદ હવે ‘મંટો’ ફિલ્મને લઈને પરત ફરી છે. નંદિતા‘મંટો’ ફિલ્મના પ્રમોશન દરમિયાન કેટલાક પ્રશ્નો અંગે જવાબો આપ્યા.

‘ફિરાક’ના 10 વર્ષ બાદ હવે ‘મંટો’ આ 10 વર્ષમાં મહિલા ડારેક્ટરને લઈને ઈન્ડસ્ટ્રીની વિચારધારામાં શું બદલાવ આવ્યો છે?  તેના પ્રશ્નના જવાબ અંગે નંદિતાએ જણાવ્યુ કે, થોડી સેક્સિસ્ટ વિચારધારા હજી પણ છે. એવા સવાલ થાય છે કે ‘મંટો’ પર કેમ ફિલ્મ બને છે? સોશિયો પોલિટિકલ છે. તમે કંઈક હળવુ બનાવો. રીલેશનશિપ પર બનાવો અથવા મહિલાઓના મુદ્દાઓ પર ફિલ્મ બનાવો.

આ ઉપરાંત અન્ય એક પ્રશ્નના જવાબમાં નંદિતાએ જણાવ્યુ કે, હું ક્યારેય ન તો પ્રોફેશનલ અભિનેત્રી રહી છું, ન પ્રોફેશનલ ડાયરેક્ટર. કલાકાર તરીકે પણ મેં 40 ફિલ્મો કરી છે, જેમાંથી માંડ તમે પાંચ નામ જણાવી શકશો. કારણકે મેં અલગ અલગ ભાષાઓમાં ફિલ્મો કરી છે. મારા માટે આ બધુ શોખ છે. મારી વાત રજુ કરવાનુ એક માધ્યમ છે. મને અલગ અલગ વસ્તુ કરવાનુ પસંદ છે. મહત્વનુ છે કે નંદિતા દાસે કલાકાર તરીકે ફાયર, અર્થ, બવંડર જેવી હટકે ફિલ્મોમાં પણ કામ કર્યુ હતું.