Not Set/ જેમણે અપમાન કર્યું, તેમને જ ઘરેથી લઇ જઈ પીવડાવી ચા… હરિવંશની પ્રશંસામાં બોલ્યા PM મોદી

ખેડૂતને લગતા કૃષિ બિલો અંગેના ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે હોબાળો કરનાર રાજ્યસભાના આઠ સભ્યોને સોમવારે રાજ્યસભાની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે બાદ વિપક્ષના સાંસદોએ સંસદ સંકુલમાં રાતોરાત ધરણા કર્યા હતા. જો કે, મંગળવારે સવારે આઠ સસ્પેન્ડ થયેલા સાંસદોને ચા પીવડાવવા માટે ઉપસભાપતિ હરિવંશ પહોંચ્યા. હરિવંશની આ પહેલ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી […]

Uncategorized
af2711c93dee05c5f604c679a1697592 જેમણે અપમાન કર્યું, તેમને જ ઘરેથી લઇ જઈ પીવડાવી ચા... હરિવંશની પ્રશંસામાં બોલ્યા PM મોદી
af2711c93dee05c5f604c679a1697592 જેમણે અપમાન કર્યું, તેમને જ ઘરેથી લઇ જઈ પીવડાવી ચા... હરિવંશની પ્રશંસામાં બોલ્યા PM મોદી

ખેડૂતને લગતા કૃષિ બિલો અંગેના ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે હોબાળો કરનાર રાજ્યસભાના આઠ સભ્યોને સોમવારે રાજ્યસભાની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે બાદ વિપક્ષના સાંસદોએ સંસદ સંકુલમાં રાતોરાત ધરણા કર્યા હતા. જો કે, મંગળવારે સવારે આઠ સસ્પેન્ડ થયેલા સાંસદોને ચા પીવડાવવા માટે ઉપસભાપતિ હરિવંશ પહોંચ્યા. હરિવંશની આ પહેલ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા આવી છે. પીએમ મોદીએ ઉપસભાપતિ હરિવંશના આ વર્તનની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે જેમણે થોડા દિવસો પહેલા તેમનું અપમાન કર્યું હતું, હવે હરિવંશજી ઘરેથી ચા લઇ જઈને પીવડાવી.

પીએમ મોદીએ ટ્વીટ કર્યું, ‘બિહારની ઘરતીએ સદીઓ પહેલા આખા વિશ્વને લોકશાહી શીખવી હતી. આજે, બિહારની ધરતીમાંથી લોકશાહીના પ્રતિનિધિ બનેલા શ્રી હરિવંશજી દરેક લોકશાહી પ્રેમીને પ્રેરણા અને આનંદિત કરવા જઇ રહ્યા છે. ‘

તેમણે આગળ લખ્યું, ‘દરેક વ્યક્તિએ જોયું કે લોકશાહીના મંદિરમાં બે દિવસ પહેલા તેમનું અપમાન કેવી રીતે કરવામાં આવ્યું, તેમના પર હુમલો કરવામાં આવ્યો અને પછી તે જ લોકો તેમની સામે ધરણા પર બેઠા. પણ તમને આનંદ થશે કે આજે હરિવંશ જી એ જ લોકોને સવાર સવારમાં તેમના ઘરેથી ચા લઇ જઈને પીવડાવી. આ હરીવંશ જીની ઉદારતા અને મહાનતા બતાવે છે. લોકશાહી માટે બીજું શું સુંદર સંદેશ હોઈ શકે. આ માટે હું તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ‘

આપને જણાવી દઈએ કે ચા પીવડાવ્યા બાદ  ઉપસભાપતિ હરિવંશે એક દિવસ ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. હવે ડેપ્યુટી ચેરમેન હરિવંશ સંસદમાં વિપક્ષી સાંસદોના વર્તન સામે એક દિવસ માટે ઉપવાસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.