Not Set/ આ છે રીયાલીટી શો Dance India Dance સીઝન ૬ નો વિજેતા

મુંબઈ, ચાર મહિના બાદ ઝી ટીવી પર ચાલી રહેલો રીયાલીટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન ૬નો અંત આવ્યો છે. કર્ણાટકનું એક નાનું ગામ અંકોલાનો રહેવાસી સંકેત ગાઓન્કર આ રીયાલીટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન ૬નો વિજેતા બન્યો છે. ડીઆઈડી ૬ દ્વારા સંકેતને ૬ ટ્રોફી અને સાથે ૫ લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું. આ શો ના […]

Entertainment
zee આ છે રીયાલીટી શો Dance India Dance સીઝન ૬ નો વિજેતા

મુંબઈ,

ચાર મહિના બાદ ઝી ટીવી પર ચાલી રહેલો રીયાલીટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન ૬નો અંત આવ્યો છે.

કર્ણાટકનું એક નાનું ગામ અંકોલાનો રહેવાસી સંકેત ગાઓન્કર આ રીયાલીટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન ૬નો વિજેતા બન્યો છે.

ડીઆઈડી ૬ દ્વારા સંકેતને ૬ ટ્રોફી અને સાથે ૫ લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું.

આ શો ના જજ માસ્ટર મર્ઝી, મુદસર ખાન અને મીની પ્રધાન હતા. અને સુપર જજ ઇન્ડિયન ફિલ્મના એક્ટર મિથુન ચક્રબર્તી હતા.

ઝી ટીવી ર ડીઆઈડી ૬ શો ને હોસ્ટ અમૃતા ખાનવિકાર અને શાહિલ ખટ્ટરે કર્યો છે.

સીઝન ૬નો વિજેતા સંકેતએ પોતાની જીત વિશે જણાવતા કહ્યું કે, ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં આવીને મને ઘણું બધું શીખવા મળ્યું છે. મને અહિયાં ડાન્સ વિશે એટલું બધું શીખવા અને જાણવા મળ્યું છે કે મને તે બાબત પર ગર્વ થઇ રહ્યો છે. મને આ જર્નીમાં જેટલા લોકોએ મદદ કરી તે બધાનો હું ખુબ આભારી છું. આ શોમાં ઘણા બધા લોકો સાથે આત્મીયતા જેવો સંબંધ પણ થઇ ગયો છે અને છેલ્લે હું ઝી ટીવીનો દિલથી આભાર માનીશ કે મને ડાન્સ માટે એક અમુલ્ય તક અને પ્લેટફોર્મ આપ્યું.