Not Set/ બોલીવુડની આ હિરોઈને કીધું મારા પતિને આ ત્રણ F બહુજ ગમે છે

મુંબઈ, રાણી મુખર્જી હાલ તેની આવનારી ફિલ્મ હિંચકીના પ્રમોશનમાં વ્યસ્ત છે. રાણી મુખર્જી એ નેહા ધૂપિયાનો શો BFF WITH VOGS માં  ઇન્ડિયન ફેશન ડીઝાઇનર  સબ્યસાચી સાથે પહોચી ગઈ હતી. આ શોમાં હિંચકી ફિલ્મની સાથે સાથે તેના અંગત જીવન વિશે  પણ વાતો કરી હતી. જેમાં રાણીએ બતાવ્યું હતું કે તેઓ તેના પતિ આદિત્ય ચોપરાને પહેલી વાર […]

Entertainment
RANI બોલીવુડની આ હિરોઈને કીધું મારા પતિને આ ત્રણ F બહુજ ગમે છે

મુંબઈ,

રાણી મુખર્જી હાલ તેની આવનારી ફિલ્મ હિંચકીના પ્રમોશનમાં વ્યસ્ત છે. રાણી મુખર્જીનેહા ધૂપિયાનો શો BFF WITH VOGS માં  ઇન્ડિયન ફેશન ડીઝાઇનર  સબ્યસાચી સાથે પહોચી ગઈ હતી. આ શોમાં હિંચકી ફિલ્મની સાથે સાથે તેના અંગત જીવન વિશે  પણ વાતો કરી હતી. જેમાં રાણીએ બતાવ્યું હતું કે તેઓ તેના પતિ આદિત્ય ચોપરાને પહેલી વાર કેવી રીતે મળી હતી અને તેના પતિને ત્રણ F બહુજ ગમે છે.

ફિલ્મ ‘ મુજસે દોસ્તી કરોગે ‘ ના શુટિંગ દરમ્યાન તે બન્નેની ઓફીશીયલ મુલાકાત થઇ હતી. રાણીએ કહ્યું કે, એ સમય દરમ્યાન મારી એક પણ ફિલ્મ હિટ નહતી જતી ત્યારે આદિત્યએ મને કીધું કે, તારી બધી ફિલ્મ ફ્લોપ જ જાય છે. આથી બીજા લોકો મારા પર દબાવ નાખે છે કે હું તને મારી ફિલ્મમાં ન લઉં. પણ તેમને મારા ટેલેન્ટ પર ભરોશો હતો. બસ એ જ સમયે મને તેમની ઈમાનદારી પસંદ આવી ગઈ હતી.

વધુમાં તેના પતિ વિષે જણાવતા કહ્યું કે, આદિત્યને કેમેરાની સામે આવવું અને ફોટા પડાવવાનું જરાય પસંદ નથી. મારા પતિને માત્ર ત્રણ F જ પસંદ છે. એક છે ફૂડ, બીજું ફિલ્મ….આટલું બોલતાની સાથે રાણી, સબ્યસચી અને નેહા ત્રણેય ખડખડાટ હસવા મંડ્યા.

એટલું જ નહી પણ રાણીએ પોતાની પુત્રી વિશે કહ્યું કે, હું ઈચ્છું છુ કે મારી દીકરી આદીરા એ સામાન્ય બાળકની જેમ મોટી થાય અને હું નથી ઈચ્છતી કે તેના પાપાની જેમ તે પણ ખાવાની આદતને અપનાવે.