Not Set/ આજે જોધપુર કોર્ટમાં હાજર થશે સલમાન ખાન,સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી

કાળા હરણના શિકારના કેસમાં બોલીવુડ અભિનેતા સલમાન ખાન આજે જોધપુર કોર્ટમાં હાજર છે. પરંતુ આ પહેલાં સોશિયલ મીડિયા પર સલમાનને સોપુ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેમાં કોર્ટ આજે તેના હાજર રહેવાથી રાહત આપી શકે છે. આ ધમકીની સાથે આ ગેંગે ગ્રુપ 007 નામના ફેસબુક પેજ પર એક વીડિયો પણ મુક્યો છે. […]

Uncategorized
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHI 1 આજે જોધપુર કોર્ટમાં હાજર થશે સલમાન ખાન,સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી

કાળા હરણના શિકારના કેસમાં બોલીવુડ અભિનેતા સલમાન ખાન આજે જોધપુર કોર્ટમાં હાજર છે. પરંતુ આ પહેલાં સોશિયલ મીડિયા પર સલમાનને સોપુ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેમાં કોર્ટ આજે તેના હાજર રહેવાથી રાહત આપી શકે છે. આ ધમકીની સાથે આ ગેંગે ગ્રુપ 007 નામના ફેસબુક પેજ પર એક વીડિયો પણ મુક્યો છે.

16 સપ્ટેમ્બરના રોજ પોસ્ટ થયેલી આ ફેસબુક પોસ્ટમાં સોપુ ગેંગના ગેંગસ્ટર ગૈરી શૂટરે સલમાનના ફોટોને રેડ ક્રોસથી નિશાન બનાવ્યો છે. આ સાથે એવું લખ્યું છે કે ભારતીય કાયદો સલમાનને માફ કરી શકે છે પરંતુ વિષ્નોઇ સમાજે તેમને ફાંસીની સજા સંભળાવી છે.

આ અગાઉ સોપુ ગેંગસ્ટર લોરેંસ વિષ્નોઈ દોઢ વર્ષ પહેલા જોધપુર કોર્ટમાં સલમાન  ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ગેંગના મોટાભાગના સભ્યો વિષ્નોઇ સમાજ સાથે સંકળાયેલા છે અને વિષ્નોઇ સમાજ  હરણોને દેવ જેવા માને છે. સલમાનની સુનવણી દરમિયાન આ સમાજ સતત વિરોધ કરી રહ્યો છે.

 

આ ગેંગ એક્શન બાદ પોલીસ એક્શનમાં આવી અને લોરેન્સ વિષ્નોઈની ગેંગને જેલના સળિયા પાછળ ધકેલી દીધી. પહેલાની જેમ આ વખતે પણ પોલીસ સલમાનને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડશે. જો કે, આ વખતે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સલમાન ખાન આ ધમકીને કારણે કોર્ટમાં હાજર નહીં થાય.

4 જુલાઈ 2019 ના રોજ થયેલી સુનાવણીમાં સેશન્સ કોર્ટના ન્યાયાધીશ ચંદ્રકુમાર સોંગરાએ સલમાનને આદેશ આપ્યો હતો કે જો તેઓ 27 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર નહીં થાય તો તેમની જામીન ફગાવી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાનને ગયા વર્ષે મે મહિનામાં જામીન મળી ગયા હતા. ત્યારબાદ, તે હજી સુધી ફરીથી કોર્ટમાં હાજર થયો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.