Not Set/ નેહા કક્કર અને આદિત્ય નારાયણનું ‘Goa Beach’ સોંગ થયું રિલીઝ, જુઓ વિડીયો

આજકાલ નેહા કક્કર અને આદિત્ય નારાયણના લગ્નના સમાચારો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આ દરમિયાન બંનેનો રોમાંસ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. હકીકતમાં  નેહા કક્કર, આદિત્ય નારાયણ અને ટોની કક્કરનાં નવા ગીત ‘ગોવા બીચ’નો વીડિયો તાજેતરમાં જ રિલીઝ થયો છે. આ ગીત નેહા કક્કરે તેના ભાઈ ટોની કક્કર સાથે ગાયું છે. […]

Entertainment
Untitled 123 નેહા કક્કર અને આદિત્ય નારાયણનું 'Goa Beach' સોંગ થયું રિલીઝ, જુઓ વિડીયો

આજકાલ નેહા કક્કર અને આદિત્ય નારાયણના લગ્નના સમાચારો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આ દરમિયાન બંનેનો રોમાંસ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. હકીકતમાં  નેહા કક્કર, આદિત્ય નારાયણ અને ટોની કક્કરનાં નવા ગીત ‘ગોવા બીચ’નો વીડિયો તાજેતરમાં જ રિલીઝ થયો છે. આ ગીત નેહા કક્કરે તેના ભાઈ ટોની કક્કર સાથે ગાયું છે.

ગોવામાં શુટ કરાયેલા આ ગીતમાં નેહા કક્કર અને આદિત્ય નારાયણ રોમાંસ કરતા જોવા મળી રહ્યા છે. ટોની કક્કરનું ‘ગોવા બીચ’ ગીત યુટ્યુબ પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. અગાઉ આ ગીત 10 ફેબ્રુઆરીએ રિલીઝ થવાનું હતું, પરંતુ ત્યારબાદ તે 11 ફેબ્રુઆરીએ રિલીઝ થયું હતું.

આપને જણાવી દઇએ કે સિંગિંગ અને તેના લટકા-ઝટકાથી દરેકને દીવાના બનાવનાર નેહા કક્કર આજકાલ આદિત્ય નારાયણ સાથેના તેના લગ્નના સમાચારોને કારણે ચર્ચામાં છવાયેલી છે. સમાચાર અનુસાર, આ બંનેના લગ્ન 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના રોજ થવાના હતા. પરંતુ તાજેતરમાં જ આદિત્ય નારાયણના પિતા અને પ્રખ્યાત ગાયક ઉદિત નારાયણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે નેહા કક્કર અને આદિત્યના લગ્નની અફવાને ટીઆરપી માટે ઉડવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે આ પહેલા આદિત્યના પિતા ઉદિત નારાયણે બંનેના લગ્નના સમાચાર આપ્યા હતા. ઉદિત નારાયણે કહ્યું હતું કે નેહા ખૂબ જ સારી છોકરી છે, અમે નેહાને ખૂબ જ પસંદ કરીએ છીએ અને તેની સિંગિંગ પણ ખુબ જ  સારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.