Not Set/ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’નું ટ્રેલર રિલીઝ, જુઓ VIDEO

મુંબઈ  ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. પહેલા આ ફિલ્મમાં સ્ટારકાસ્ટના ફર્સ્ટ રિલીઝ કરવામાં આવ્યા હતા અને હવે મુવીના ટ્રેલરને રિલીઝ કર્યું છે જો ટ્રેલરની વાત કરવામાં આવે તો ટ્રેલરની શરૂઆત વર્ષ 1795થી કરવામાં આવે છે જયારે ઇસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી વેપાર કરવા માટે પરંતુ હવે હુકુમત કરી રહી છે. જો […]

Trending Entertainment Videos
ggt 1 ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'નું ટ્રેલર રિલીઝ, જુઓ VIDEO

મુંબઈ 

ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. પહેલા આ ફિલ્મમાં સ્ટારકાસ્ટના ફર્સ્ટ રિલીઝ કરવામાં આવ્યા હતા અને હવે મુવીના ટ્રેલરને રિલીઝ કર્યું છે જો ટ્રેલરની વાત કરવામાં આવે તો ટ્રેલરની શરૂઆત વર્ષ 1795થી કરવામાં આવે છે જયારે ઇસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી વેપાર કરવા માટે પરંતુ હવે હુકુમત કરી રહી છે. જો કે કેટલાક લોકોને આ ગુલામી મંજુર નહતી જેમાંના એક છે આઝાદ સિંહ (અમિતાભ બચ્ચન ) ટ્રેલરમાં અમિતાભ બચ્ચનની એન્ટ્રી તેમના ડાયલોગ સાથે થાય છે અને ત્યાર પછી તે તલવારથી અંગ્રેજો પર હુમલો કરે છે.

આ પછી આમીર ખાનની એન્ટ્રી બતાવવામાં આવે છે. ફિલ્મમાં આમીર મલ્લાહ ફિરંગીની ભૂમિકા ભજવી રહ્યાં છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને આમીર ખાન સિવાય ફાતિમા સના શેખ અને કેટરીના કૈફ પણ મહત્વના રોલમાં જોવા મળી રહ્યા છે. આ ટ્રેલરને રિલીઝ થયાના ગણતરીની મીનીટોમાં દોઢ લાખ કરતાં પણ વધુ લોકો જોઈ ચુક્યાં છે.

મુવી 8 નવેમ્બરે રીલીઝ થશે.

જુઓ ટ્રેલર…