Not Set/ જો તમારા ઘરમાં પણ દીકરી છે? તો આજે જ આ સ્કીમનો લાભ ઉઠાવી તેનું ભવિષ્ય સિક્યૉર કરો

આ સ્કીમ માટેનું ખાતું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ગમે ત્યાં ખોલી શકાય છે.

Health & Fitness Trending Lifestyle
Sukanya જો તમારા ઘરમાં પણ દીકરી છે? તો આજે જ આ સ્કીમનો લાભ ઉઠાવી તેનું ભવિષ્ય સિક્યૉર કરો

ઘરે દીકરીનો જન્મ થાય તો એવું કહેવામાં આવે છે કે, ઘરમાં લક્ષ્મીજીનું આગમન થયું. એમાં પણ દીકરીઓ ખૂબ જ લાગણીશીલ હોય છે અને એમાં પણ પિતાની તો ખાસ તે લાડકવાયી હોય છે. એવું પણ કહેવાય છે કે દીકરીઓ ખૂબ જ જલ્દી મોટી થઈ જતી હોય એવું લાગતું હોય છે. ત્યારે તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે પહેલાથી જ એટલે કે તેના જન્મ સમયથી દીકરીના નામે બચત કરવી ખૂબ જ જરૂરી હોય છે.

ત્યારે આવો આપને જણાવીએ તમે તમારી લાડકવાયી દીકરીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા કઈ જગ્યાએ નાણાંને ઈન્વેસ્ટ કરવાથી વધુ લાભ મેળવી શકાય.. જો તમે તમારી દીકરી માટે એવી જગ્યાએ રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો જ્યાં તમને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરતાં વધારે વ્યાજ મળે તો તમે પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ યોજના અથવા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં રોકાણ કરી શકો છો. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં અત્યારે 7.6% અને PPFમાં 7.1% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. દેશની સૌથી મોટી બેંક અત્યારે FD પર મહત્તમ 5.4% વ્યાજ આપી રહી છે.

આવો આપને જણાવીએ સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)માં કેવી રીતે અને કેટલું વધારે વ્યાજ મેળવી શકો છો. જેમાં તમે તમારી જરૂરિયાત પ્રમાણે  રોકાણ કરી શકો.

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)માં 7.6% વ્યાજ મળી રહ્યું છે

 સુકન્યા સમૃદ્ધિ યોજના, આ સ્કીમ માટેનું ખાતું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ગમે ત્યાં ખોલી શકાય છે. જેમાં અત્યારે વાર્ષિક 7.6% લેખે વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

  • તેમાં 250 રૂપિયામાં ખાતું ખોલાવી શકાશે. સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એક બાળકીના જન્મ પછી તેની 10 વર્ષની ઉંમર થતાં જ ખાતું ખોલાવી શકાય છે. જેમાં દિકરી 21 વર્ષની થઈ જાય અથવા છોકરીના લગ્ન થયા પછી અકાઉન્ટ મેચ્યોર થઈ જશે અને તમને વ્યાજ સાથે સંપૂર્ણ પૈસા મળશે.
  • ખાતું ખોલાવવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર આપવું જરૂરી છે. આ સાથે બાળક અને માતા-પિતાની ઓળખ અને સરનામાંનો પુરાવો આપવો પડશે.
  • સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતામાં 18 વર્ષની વય પછી દીકરીના ઉચ્ચ શિક્ષણ માટે ખર્ચની દૃષ્ટિએ 50% સુધી ઉપાડી શકાય છે.
  • જો 21 વર્ષ પૂરા થતાં પહેલાં ખાતું બંધ કરાવવામાં આવી રહ્યું હોય તો ખાતાધારકે એફિડેવિટ આપવું પડશે કે ખાતું બંધ કરતી વખતે દીકરીની ઉંમર 18 વર્ષથી ઓછી નથી.
  • ખાતું ખોલ્યાના 5 વર્ષ પછી બંધ પણ કરાવી શકાય છે. જો કોઈ ગંભીર રોગ થાય અથવા જો ખાતું કોઈ અન્ય કારણોસર બંધ કરવામાં આવી રહ્યું હોય તો તેને બંધ કરવાની મંજૂરી આપવામાં આવે છે. પરંતુ તેના પરના વ્યાજ બચત ખાતાં અનુસાર ચૂકવવામાં આવશે.
  • ચાલુ નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.મહત્વની વાત તો એ છે કે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ આપ જેટલી રકમ જમા કરાવો છે, તે રકમ પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ પણ મેળવી શકો છે.

આ પણ વાંચો- કોરોનામાં મૃત્યુ પામેલના પરિવારને પણ મળે છે લાભ, ફક્ત 12 રૂપિયામાં મેળવો 2 લાખનો વીમો

આ પણ વાંચો- ગળામાંથી કોરોના વાયરસનું ઈન્ફેક્શન કેવી રીતે દૂર કરશો?

આ પણ વાંચો- ઘરમાં ક્વોરન્ટાઈન થાવ ત્યારે આટલી ચીજો અવશ્ય સાથે રાખશો 

આ પણ વાંચો- બાળકો માટે આ રીતે બનાવો સ્વાદિષ્ટ-પૌષ્ટિક બર્ગર અને રશિયન સેંડવીચ