Not Set/ ટીવી એક્ટ્રેસ કરીશ્મા તન્ના જોવા મળશે ફિલ્મ ‘સંજુ’માં

મુંબઈ ટીવી એક્ટ્રેસ કરીશ્મા તન્ના હાલ ચર્ચાનુ કેન્દ્ર બનેલ છે. તેનુ ચર્ચાનુ કેન્દ્ર બનવાનુ કારણ તેનો બહુચર્ચિત ટીવી શો નાગિન-3 છે. આ ઉપરાંત તે રણબીર કપુર સાથેની ફિલ્મ ‘સંજૂ’માં પણ એક મહત્વની ભૂમિકામાં જોવા  મળે છે. ટીવી અભિનેત્રી કરીશ્મા તન્નાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ કે, નાગિન-3 કરવાના ઘણા કારણ હતા. પહેલુ કારણ એકતા મેડમ હતા. […]

Entertainment
mahu kl ટીવી એક્ટ્રેસ કરીશ્મા તન્ના જોવા મળશે ફિલ્મ 'સંજુ'માં

મુંબઈ

ટીવી એક્ટ્રેસ કરીશ્મા તન્ના હાલ ચર્ચાનુ કેન્દ્ર બનેલ છે. તેનુ ચર્ચાનુ કેન્દ્ર બનવાનુ કારણ તેનો બહુચર્ચિત ટીવી શો નાગિન-3 છે. આ ઉપરાંત તે રણબીર કપુર સાથેની ફિલ્મ ‘સંજૂ’માં પણ એક મહત્વની ભૂમિકામાં જોવા  મળે છે.

ટીવી અભિનેત્રી કરીશ્મા તન્નાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ કે, નાગિન-3 કરવાના ઘણા કારણ હતા. પહેલુ કારણ એકતા મેડમ હતા. બીજુ આ શો ખૂબ જ મોટો છે અને તેના બે ભાગ ખૂબ જ લોકપ્રિય રહ્યા છે.

Image result for karishma tanna film sanju

ત્રીજા ભાગમાં મારો રોલ ખૂબ જ પડકારજનક છે કારણ કે આ રોલમાં ઘણા બધા વળાંક આવે છે અને મારુ પાત્ર ઈમોશનથી પણ ભરેલુ છે. કરીશ્મા તન્નાનુ કહેવુ છે કે નાગિન એટલી સુંદર છે અને લોકોને એક સુંદર યુવતિને ટીવી પર જોવી પસંદ હોય છે.

અભિનેત્રીએ ફિલ્મ સંજૂ કરવાને લઈ પોતાના અનુભવ અંગે જણાવ્યુ કે રણબીર કપુરને બાદ કરતા સોનમ, અનુષ્કા, મનીષા કોઈરાલા, દીયા મિર્જા તમામના રોલ નાના જ છે. પરંતુ તેમ છતાં તમામે રોલ ભજવ્યો કારણકે આ ફિલ્મ ખૂબ સુંદર છે. આ ઉપરાંત મને અનુભવી રાજુ હિરાની સર સાથે કામ કરવાની તક મળી. મેં તેમની પાસેથી ઘણુ બધુ શીખ્યુ. મહત્વનુ છે કે કરીશ્મા તન્ના રીયાલીટી શો બિગ બોસમાં પણ નજરે પડી હતી.