Not Set/ ‘ મી ટુ કેમ્પઇન ’ હેઠળ આ અમેરીકાની જાણીતી સિંગર અને અભિનેત્રીએ યૌન શોષણ મામલે કર્યો ચોંકાવનારો ખુલાસો

ગત વર્ષે મી ટુ કેમ્પેઈન અંતર્ગત દુનિયાભરમાં લોકોએ પોતાની સાથે થયેલ યૌન શોષણની ઘટનાને અલગ અલગ પ્લેટફોર્મ પર રજુ કર્યુ હતું. જેમાં અભિનેત્રીઓથી લઈને સામાન્ય મહિલાનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે જાણીતી સિંગર અને અભિનેત્રી જેનિફર લોપેજે પણ યૌન શોષણ સામે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. હોલીવુડમાં પોતાના અનુભવો અંગે વાત કરતા લોપેજે જણાવ્યુ હતું […]

Entertainment
jennifer lopez THUMB ‘ મી ટુ કેમ્પઇન ’ હેઠળ આ અમેરીકાની જાણીતી સિંગર અને અભિનેત્રીએ યૌન શોષણ મામલે કર્યો ચોંકાવનારો ખુલાસો

ગત વર્ષે મી ટુ કેમ્પેઈન અંતર્ગત દુનિયાભરમાં લોકોએ પોતાની સાથે થયેલ યૌન શોષણની ઘટનાને અલગ અલગ પ્લેટફોર્મ પર રજુ કર્યુ હતું. જેમાં અભિનેત્રીઓથી લઈને સામાન્ય મહિલાનો પણ સમાવેશ થાય છે.

Image result for jennifer lopez

ત્યારે હવે જાણીતી સિંગર અને અભિનેત્રી જેનિફર લોપેજે પણ યૌન શોષણ સામે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. હોલીવુડમાં પોતાના અનુભવો અંગે વાત કરતા લોપેજે જણાવ્યુ હતું કે, મારે એ પ્રકારની યૌન શોષણની સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી, જે રીતે અન્ય મહિલાને કરવો પડ્યો છે. પરંતુ હા એક વખત એક ડાયરેક્ટરે મને છાતી (બ્રેસ્ટ) દેખાડવા માટે જણાવ્યુ હતું. પરંતુ મેં તેમ કર્યુ નહીં.

Related image

Related image

 

જેનિફરે જણાવ્યુ હતું કે, તે ડાયરેક્ટર સાથે મારી પહેલી મુલાકાત હતી. તે મારી કારકિર્દીની શરૂઆતનો તબક્કો હતો. મને તે ડાયરેક્ટરનો વ્યવહાર યોગ્ય લાગ્યો નહીં.  પરંતુ હું કંઈપણ બોલવાથી ડરતી હતી. પરંતુ તેણે જ્યારે છાતી દેખાડવા કહ્યુ ત્યારે મેં હિમ્મત દાખવીને સ્પષ્ટ ના પાડી દીધી હતી. જાકે જેનિફરે આ ડાયરેક્ટરનુ નામ આપવાનો ઈન્કાર કરી દીધો છે. મહત્વનુ છે કે, જેનિફર દુનિયામાં કરોડો સમર્થક ધરાવે છે. તેનો અવાજ અને અભિનય ક્ષમતાના લાખો લોકો દિવાના છે.