Not Set/ શી જિનપિંગ બીજી વાર બન્યા રાષ્ટ્રપતિ,2023 સુધી સંભાળશે ચીનની સત્તા

બીજિંગ, થોડાક દિવસ પહેલા સંસદના વાર્ષિક સત્રમાં સીપીસી દ્વારા દેશના આ સર્વોચ્ચ પદ માટેના બે કાર્યકાળની સમય મર્યાદા હટાવવામાં માટે પ્રસ્તાવ કર્યો હતો જે રવિવારે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હવે માઓ પછી ચીનના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિ બની ગયા છે. ચીનના નેશનલ પીપલ્સ કોંગ્રેસ શનિવારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ બીજા કાર્યકાળને સર્વસંમતીથી […]

World
xi jinping 7591 શી જિનપિંગ બીજી વાર બન્યા રાષ્ટ્રપતિ,2023 સુધી સંભાળશે ચીનની સત્તા

બીજિંગ,

થોડાક દિવસ પહેલા સંસદના વાર્ષિક સત્રમાં સીપીસી દ્વારા દેશના આ સર્વોચ્ચ પદ માટેના બે કાર્યકાળની સમય મર્યાદા હટાવવામાં માટે પ્રસ્તાવ કર્યો હતો જે રવિવારે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હવે માઓ પછી ચીનના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિ બની ગયા છે. ચીનના નેશનલ પીપલ્સ કોંગ્રેસ શનિવારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ બીજા કાર્યકાળને સર્વસંમતીથી મંજૂરી આપી દીધી છે. શી જિનપિંગ કેન્દ્રીય સૈન્ય આયોગના અધ્યક્ષના રૂપમાં બીજીવાર નિર્વાચિત કરાયા છે. જેનો મતલબ એ થયો કે, દેશમાં ૩ સશક્ત સ્થાનો પર કબજો મેળવશે.

મહત્વનું એ છે કે શનિવારે થયેલી એનપીસીની બેઠકમાં સરકારના કામકાજ સહિત કેટલાક સુધારની મંજૂરી પણ આપવામાં આવશે. શી જિનપીંગે રાષ્ટ્રપતિનું પદ 2013માં સંભાળ્યું હતું. 64 વર્ષના જિનપિંગના પક્ષમાં તમામ 2970 વોટ મળ્યા હતા, તેમની વિરુદ્ધ એકપણ વોટ નહોતો પડ્યો અને કોઈએ આ દરમિયાન સાંસદની કામગીરીથી નારાજ રહ્યું નહોતું.

તાજેતરમાં જિનપિંગનો પાંચ વર્ષનો બીજો કાર્યકાળ ચાલી રહ્યો છે. ચીનની જૂની ૨ કાર્યકાળની શાસન પ્રણાલી પ્રમાણે જિનપિંગ ૧૦ વર્ષ પુરા કર્યા બાદ ૨૦૨૩માં સેવાનિવૃત્ત થવાના હતાં. પરંતુ હવે તેઓ ઈચ્છે ત્યાં સુધી કે આજીવન ચીનમાં સત્તા પર રહી શકશે.

મહત્વનું છે કે, માઓત્સે તુંગની જેમ અનિશ્ચિત કાળ સુધી કોઈના દ્વારા દેશની સત્તા હડપી લેવાના સંદેહને જોતા સન્માનિત નેતા દેંગ શિયોપિંગ દ્વરા ચીનમાં રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિ માટે બે કાર્યકાળ એટલે કે ૧૦ વર્ષની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. પરંતુ રવિવારે પસાર થયેલા પ્રસ્તાવ બાદ શી જિનપિંગે બદલી નાખી છે.