Javed Akhtar/ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પર ગુસ્સે થયા જાવેદ અખ્તર, કરી આકરી નિંદા

ચર્ચામાં રહેતા ગીતકાર જાવેદ અખ્તરે હવે તાલિબાનને લઈને ઈન્ડિયન મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પર સીધો નિશાન સાધ્યું છે. જાવેદ અખ્તરે ટ્વિટર પર લખ્યું છે કે…

Top Stories World
Javed Akhtar Muslim Law

Javed Akhtar Muslim Law: હંમેશા ચર્ચામાં રહેતા ગીતકાર જાવેદ અખ્તરે હવે તાલિબાનને લઈને ઈન્ડિયન મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પર સીધો નિશાન સાધ્યું છે. જાવેદ અખ્તરે ટ્વિટર પર લખ્યું છે કે તાલિબાને તમામ મહિલાઓ અને છોકરીઓને ઇસ્લામના નામે શાળા-કોલેજોમાં શિક્ષણ અને નોકરી મેળવવા પર પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ ભારતીય મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને અન્ય ઇસ્લામિક વિદ્વાનો શા માટે તેની નિંદા કરતા નથી. તેમણે પ્રશ્ન પૂછ્યો કે શું આ બધા તાલિબાન સાથે સહમત છે?

જણાવી દઈએ કે તાજેતરમાં અફઘાનિસ્તાનના તાલિબાન શાસકોએ દેશની મહિલાઓ માટે યુનિવર્સિટી શિક્ષણ પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો. આને લઈને જાવેદ અખ્તરે ભારતમાં મુસ્લિમ લો બોર્ડ અને ઈસ્લામિક વિદ્વાનો પર જોરદાર પ્રહારો કર્યા છે. મહિલાઓના ઉચ્ચ શિક્ષણ પર પ્રતિબંધ મૂકવાના તાલિબાનના નિર્ણય પર ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારતે હંમેશા અફઘાનિસ્તાનમાં મહિલા શિક્ષણને સમર્થન આપ્યું છે. બાગચીએ તાલિબાનને યુએનના ઠરાવોને અનુરૂપ તેના નાગરિકોના માનવાધિકારોને જાળવી રાખવા વિનંતી કરી.

બાગચીએ જણાવ્યું કે, “હું યુએનના ઠરાવ 2593ને યાદ કરવા માંગુ છું, જે મહિલાઓ સહિતના માનવ અધિકારોને જાળવી રાખવાના મહત્વને પુનઃપુષ્ટ કરે છે અને રોજિંદા જીવનમાં મહિલાઓની સમાન અને અર્થપૂર્ણ ભાગીદારી માટે પણ હાકલ કરે છે.”

આ પણ વાંચો: Wintage car exhibition/સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વિન્ટેજ કારનો જમાવડો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

આ પણ વાંચો: હલ્દવાની/ઉત્તરાખંડના હલ્દવાનીમાં 50 હજાર લોકોને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, રેલવેની જમીનમાંથી હમણાં દબાણ નહીં હટે

આ પણ વાંચો: Swiggy delivery boy death/દિલ્હીમાં કારચાલકો બેફામઃ અંજલિ પછી સ્વિગી ડિલિવરી બોય કૌશલનું મોત