Not Set/ હેટ સ્ટોરી 4 બાદ ઉર્વશીના હાથમાં લાગી આ ફિલ્મ

મુંબઇ, સેક્સી સ્ટાર ઉર્વશી રૌતેલાને વધુ એક ફિલ્મ હાથ લાગી છે. હેટ સ્ટોરી-4ફિલ્મમાં કામ કર્યા બાદ તે વધુ એક ફિલ્મ મેળવી ચુકી છે. જેનુ નામ ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ઉર્વશી રૌતેલા બોલિવુડની ફિલ્મોમાં આઇટમ સોંગ કરવા માટે પણ તૈયાર છે. મોડેલમાંથી અભિનેત્રી બનેલી ઉર્વશી રૌતેલા હેટ સ્ટોરી -4માં કામ કર્યા […]

Uncategorized
btbt હેટ સ્ટોરી 4 બાદ ઉર્વશીના હાથમાં લાગી આ ફિલ્મ

મુંબઇ,

સેક્સી સ્ટાર ઉર્વશી રૌતેલાને વધુ એક ફિલ્મ હાથ લાગી છે. હેટ સ્ટોરી-4ફિલ્મમાં કામ કર્યા બાદ તે વધુ એક ફિલ્મ મેળવી ચુકી છે. જેનુ નામ ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ઉર્વશી રૌતેલા બોલિવુડની ફિલ્મોમાં આઇટમ સોંગ કરવા માટે પણ તૈયાર છે. મોડેલમાંથી અભિનેત્રી બનેલી ઉર્વશી રૌતેલા હેટ સ્ટોરી -4માં કામ કર્યા બાદ વધુ એક મોટી ફિલ્મ મેળવી ચુકી છે.

Image result for urvashi rautela instagram

ઉર્વશીએ કહ્યુ છે કે આગામી દિવસોમાં તેની લોકપ્રિયતા ચોક્કસપણે વધશે. રોલને લઉને પણ તે ખુશ છે.  અત્રે નોંધનીય છે કે ઉર્વશી છેલ્લે હેટ સ્ટોરી-4માં નજરે પડી હતી.  આ ફિલ્મ  માર્ચમાં રજૂ કરવામાં આવી હતી. ફિલ્મ સેક્સી અને થ્રીલર  હતી.  ફિલ્મમાં કેટલાક સેક્સી સીન ઉમેરી દેવામાં આવ્યા હતા.જેથી ફિલ્મને લઇને ઉત્સુકતા રહી હતી.  હેટ સ્ટોરી -4 ફિલ્મમાં ઉર્વશીને મુખ્ય અભિનેત્રી તરીકે ચમકાવવામાં આવી હતી.

Image result for urvashi rautela instagram

ઉર્વશી મોટા ભાગે આઇટમ સોંગના કારણે અને બોલ્ડ તેમજ સેક્સી સીનના કારણે જાણીતી રહી છે. તે રિતિક રોશનની ફિલ્મ કાબિલમાં આઇટમ સોંગ કરીને ચર્ચામાં રહી હતી. ઉર્વશીએ હાલમાં દાવો કર્યો હતો કે તેના ટ્‌વીટર એકાઉન્ટને કોઇ લોકોએ હેક કરીને તેનો દુરૂપયોગ કર્યો છે. તેના ટ્‌વીટર એકાઉન્ટને હેક કરવામાં આવ્યા બાદ તેના પરથી વાંધાજનક ટ્‌વીટ કરવામાં આવ્યા હતા. મળેલી માહિતી મુજબ ઉર્વશીના ટ્‌વીટર એકાઉન્ટથી વાંધાજનક ટ્‌વીટ કરવામાં આવ્યા હતા. વાંધાજનક ટ્‌વીટ કરવામાં આવ્યા  બાદ સેક્સી સ્ટાર અભિનેત્રી અને સેલિબ્રિટી ઉર્વશીએ ખુલાસો કરતા કહ્યુ છે કે આ ટ્‌વીટ તેની સહમતી સાથે મોકલવામાં આવ્યા નથી. ઉર્વશીના ટ્‌વીટર પર ત્રણ લાખથી વધારે ફોલોઅર્સ છે.

Related image

એક અન્ય ટ્‌વીટમાં ઉર્વશીએ કહ્યુ છે તે તેના ટ્‌વીટર એકાઉન્ટને ફરી ટુંક સમયમાં રિસ્ટોર કરી ચુકી છે. અન્ય ઉભરતી સ્ટારની જેમ જ ઉર્વશીએ પણ સોશિયલ મિડિયામાં નવા ફોટા મુકીને ભારે ચર્ચા જગાવી છે.તેના બોલ્ડ અને સેક્સી ફોટાની હાલમાં ચર્ચા છઠે. થોડાક દિવસ પહેલા તે ચંકી પાન્ડેના ભત્રીજા સાથે દેખાતા ચર્ચામાં રહી હતી. અહાન પાન્ડે સાથે તે નજરે પડી રહી હતી.

Image result for urvashi rautela instagram

જાણકાર લોકોનુ કહેવુ છે કે ઉર્વશી મોટા ભાગે સોશિયલ મિડિયા પર ચર્ચામાં રહેવા માટે ઇચ્છુક હોતી નથી. કારણ કે તે મિડિયાથી દર રહેવામાં માને છે. જો કે હવે સોશિયલ મિડિયામાં બોલ્ડ ફોટો મુકીને નવી ચર્ચા જગાવી છે. તે પણ અન્ય નવી સ્ટાર કિડ્‌સની સાથે ફિલ્મી દુનિયામાં ટકી રહેવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. જેમાં સારા અલી ખાન, ચંકી પાન્ડેની પુત્રી અનન્યા પાન્ડે, શ્રીદેવીની પુત્રી જહાનવી કપૂરનો સમાવેશ થાય છે. ઉપરાંત પણ અન્ય સ્ટાર કિડ્‌સ છે. જેમાં ટાઇગર શ્રોફનો સમાવેશ થાય છે. જે કેટલીક સફળ ફિલ્મ પહેલાથી જ કરી ચુક્યો છે.