Not Set/ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની બનશે સ્પિન ઓફ સિરિયલ

મુંબઇ, ટીવી પર સૌથી લાંબા સમયથી ચાલી રહેલા અને લોકપ્રિય શો ની સ્પિન ઓફ સિરિયલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર પ્લસ પર છેલ્લાં દસ વર્ષથી ચાલી રહેલો શો ‘યે રિશ્તા કયા કહલાતા હૈને ઝડપથી  સ્પિન ઓફ દર્શકો નિહાળી શકશે. આ શોનું શૂટિંગ 21 અથવા 22 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે એવી ચર્ચા છે તેમ જ એને […]

Uncategorized
2o 15 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની બનશે સ્પિન ઓફ સિરિયલ

મુંબઇ,

ટીવી પર સૌથી લાંબા સમયથી ચાલી રહેલા અને લોકપ્રિય શો ની સ્પિન ઓફ સિરિયલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર પ્લસ પર છેલ્લાં દસ વર્ષથી ચાલી રહેલો શો ‘યે રિશ્તા કયા કહલાતા હૈને ઝડપથી  સ્પિન ઓફ દર્શકો નિહાળી શકશે. આ શોનું શૂટિંગ 21 અથવા 22 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે એવી ચર્ચા છે તેમ જ એને માર્ચમાં ઓન ઍર કરવામાં આવશે. આ શોમાં શાહીર શેખ અને રિયા શર્મા લીડ રોલમાં જોવા મળશે.

રિયા છેલ્લે સ્ટાર પ્લસના શો ‘તૂ સૂરજ મેં સાંજ પિયાજી’માં ખનકના પાત્રમાં જોવા મળી હતી. આ શોની ફીમેલ લીડ માટે ઘણી ઍક્ટ્રેસનું ઑડિશન લેવામાં આવ્યું હતું, પરંતુ એમાં રિયાને ફાઇનલ કરવામાં આવી છે. આ શોનું નામ હજી સુધી ફાઇનલ કરવામાં નથી આવ્યું, પરંતુ એના લીડ ઍક્ટ્ર્સ ફાઇનલ થઈ ગયા છે. આ શોમાં શાહીર શેખનો લૂક ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ના હૃતિક રોશન જેવો હશે તેવી ચર્ચા છે.

સાહિર શેખ અગાઉ કુછ રંગ પ્યાર કે એસે ભી તેમજ મહાભારત સહિતના શોમાં જોવા મળી ચૂક્યો છે છેલ્લે તે અનારકલી શોમાં સલીમના પાત્રમાં જોવા મળ્યો હતો.