Not Set/ ફિલ્મ હાઉસફુલ-4 બનાવશે તમારી વર્ષ 2019ની દિવાળી ખાસ…

મુંબઈ વર્ષ 2019ની દિવાળી ખાસ બની રહેવાની છે. અત્યારથી જ ફિલ્મ નિર્માતાઓ આ તહેવારને પોતાની ફિલ્મો માટે બુક કરાવવાની હરીફાઈમાં લાગી ગયા છે. જાણીતા પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાએ પોતાની કોમેડી ફિલ્મ સીરીઝ હાઉસફુલની આગામી કડીની જાહેરાત કરી દીધી છે. આ સીરીઝની ચોથી ફિલ્મ હાઉસફુલ-4 2019માં દિવાળી પર રીલીઝ થશે. સાજિદ નડીયાદવાલાએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી […]

Uncategorized
hal 1 ફિલ્મ હાઉસફુલ-4 બનાવશે તમારી વર્ષ 2019ની દિવાળી ખાસ...

મુંબઈ

વર્ષ 2019ની દિવાળી ખાસ બની રહેવાની છે. અત્યારથી જ ફિલ્મ નિર્માતાઓ આ તહેવારને પોતાની ફિલ્મો માટે બુક કરાવવાની હરીફાઈમાં લાગી ગયા છે. જાણીતા પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાએ પોતાની કોમેડી ફિલ્મ સીરીઝ હાઉસફુલની આગામી કડીની જાહેરાત કરી દીધી છે.

આ સીરીઝની ચોથી ફિલ્મ હાઉસફુલ-4 2019માં દિવાળી પર રીલીઝ થશે. સાજિદ નડીયાદવાલાએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી આ અંગેની જાહેરાત કરી હતી. અનેક સ્ટારથી ભરેલી આ ફિલ્મના ચોથા ભાગની વાર્તા પુર્નજન્મ પર આધારીત હશે.

ડાયરેક્ટર સાજિદ ખાન ફરી એકવાર આ સીરીઝમાં જોડાઈને આ ફિલ્મનુ ડાયરેક્શન કરશે. તેઓ હાઉસફુલ-3થી આ સીરીઝથી અલગ થયા હતા. જો કે તે પહેલા હાઉસફુલ અને હાઉસફુલ-2નુ ડાયરેક્શન તેમણે જ કર્યુ હતું. મહત્વનુ છે કે હાઉસફુલ સીરીઝની પ્રથમ ફિલ્મથી જ અક્ષય કુમાર અને રિતેષ દેશમુખ જોડાયેલા છે.

Housefull 4

Housefull 4