posco/ સગીર યુવતી સાથે ભાગી જવું મોંઘું પડ્યુઃ 20 વર્ષની જેલ અને લાખ રૂપિયાનો દંડ થયો

સ્પેશિયલ પોક્સો કોર્ટે (POCSO) 24 વર્ષીય યુવકને સગીર વયની છોકરી સાથે ભાગી જવા અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા બદલ 20 વર્ષની જેલ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 17 2 સગીર યુવતી સાથે ભાગી જવું મોંઘું પડ્યુઃ 20 વર્ષની જેલ અને લાખ રૂપિયાનો દંડ થયો

અમદાવાદ: સ્પેશિયલ પોક્સો કોર્ટે (POCSO) 24 વર્ષીય યુવકને સગીર વયની છોકરી સાથે ભાગી જવા અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા બદલ 20 વર્ષની જેલ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કેસની વિગતો અનુસાર, શહેરના કૃષ્ણનગર વિસ્તારનો વિશાલ બાવા (Vishal Bawa) ફેબ્રુઆરી 2022માં 17 વર્ષની છોકરી સાથે ભાગી ગયો હતો. યુવતીના પરિવારજનોએ નોંધાવેલી ફરિયાદ બાદ મે 2022માં તેની ધરપકડ કરવામાં આવી હતી.

તેના પર ભારતીય દંડ સંહિતાની કલમ 363, 366, 376(2)(n) અને બાળકોના જાતીય અપરાધોથી રક્ષણ અધિનિયમ (પોક્સો) ની જોગવાઈઓ હેઠળ સગીરને તેના વાલીની કાયદેસરની કસ્ટડીમાંથી લલચાવવા અને તેના પર બળાત્કાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ટ્રાયલ પછી, વિશેષ અદાલતે તેને દોષિત ઠેરવ્યો અને દંડની સાથે 20 વર્ષની જેલની સજા ફટકારી. કોર્ટે દંડની રકમ પીડિતાને ચૂકવવાનો આદેશ કર્યો હતો.

પોસ્કોના કેસને લઈને આમ પણ પોલીસથી લઈને હાઇકોર્ટ આકરું વલણ અપનાવતી હોય છે. આમ છતાં પણ આ પ્રકારના ગુનાઓ નોંધાય જ છે. આ દર્શાવે છે કે હજી પણ આ મોરચે માબાપે જાગૃત થવાની જરૂર છે અને પોલીસે પણ વધારે આકરું વલણ અપનાવવાની જરૂરિયાત છે. આના પગલે કમસેકમ સ્કૂલોમાં વેલેન્ટાઇન-ડેની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ તેવો કેટલાક સામાજિક આગેવાનોનો મત છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ