Not Set/ EU સાંસદ : ભારતમાં આતંકીઓ ચંદ્રથી નહીં પણ પડોશી દેશોથી આવે છે

પોલેન્ડના નેતા અને યુરોપિયન યુનિયનના સાંસદ રાયઝાર્ડ કર્ઝેનકીએ કહ્યું કે ભારતમાં આતંકીઓ ચંદ્રથી નહીં પણ પડોશી દેશોથી આવે છે. ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. આપણે ભારતમાં થયેલા આતંકવાદી હુમલા જોવાની જરૂર છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ ચંદ્ર પરથી આવતા નથી, તેઓ પડોશી દેશોમાંથી આવે છે. આપણે કાશ્મીર મુદ્દે ભારતનું સમર્થન કરવું જોઈએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 […]

Top Stories World
jarneki EU સાંસદ : ભારતમાં આતંકીઓ ચંદ્રથી નહીં પણ પડોશી દેશોથી આવે છે

પોલેન્ડના નેતા અને યુરોપિયન યુનિયનના સાંસદ રાયઝાર્ડ કર્ઝેનકીએ કહ્યું કે ભારતમાં આતંકીઓ ચંદ્રથી નહીં પણ પડોશી દેશોથી આવે છે. ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. આપણે ભારતમાં થયેલા આતંકવાદી હુમલા જોવાની જરૂર છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ ચંદ્ર પરથી આવતા નથી, તેઓ પડોશી દેશોમાંથી આવે છે. આપણે કાશ્મીર મુદ્દે ભારતનું સમર્થન કરવું જોઈએ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયા પછી, પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સામે વાતાવરણ બનાવવા અને સમર્થન એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેને હજુ સુધી સફળતા મળી નથી. આ બાબતે તેનો રઘવાટ પણ નજરે જોવા મળી રહ્યો છે. દરમિયાન, જ્યારે યુરોપિયન યુનિયનના સાંસદ રેઝાર્ડ જર્નેકીએ કહ્યું કે, ભારતમાં આતંકીઓ ચંદ્રથી નહીં, પરંતુ પડોશી દેશથી આવે છે ત્યારે પાકિસ્તાનને આંચકો લાગ્યો.

રાયઝાર્ડનું આ નિવેદન સાંભળીને પાકિસ્તાન આશ્ચર્યચકિત થઈ શકે છે કારણ કે તે પાક. ની પોલ ખોલી શકે છે.  તેમણે કાશ્મીર મુદ્દે ભારતને ટેકો આપવાની વાત પણ કરી હતી. પોલેન્ડના નેતા અને યુરોપિયન યુનિયનના સાંસદ રાયઝાર્ડ કર્ઝેનકીએ કહ્યું કે ભારતમાં આતંકીઓ ચંદ્રથી નહીં પણ પડોશી દેશોથી આવે છે.

તેમણે વધુમાં કહ્યું કે ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. આપણે ભારતમાં થયેલા આતંકવાદી હુમલા જોવાની જરૂર છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ ચંદ્ર પરથી આવતા નથી, તેઓ પડોશી દેશોમાંથી આવે છે. આપણે કાશ્મીર મુદ્દે ભારતનું સમર્થન કરવું જોઈએ.

 

આ ઉપરાંત ઇટાલીના ગ્રુપ ઑફ યુરોપિયન પીપલ્સ પાર્ટી (ક્રિશ્ચિયન ડેમોક્રેટ્સ) ના ફુલવીયો માર્ટુસિલોએ કહ્યું હતું કે પાકિસ્તાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી છે. પાકિસ્તાન એક એવી જગ્યા છે જ્યાં આતંકવાદીઓ સમગ્ર યુરોપમાં હુમલાની યોજના ઘડી રહ્યા છે. પાકિસ્તાન માનવાધિકારનું ઉલ્લંઘન કરે છે.

અગાઉ યુરોપિયન યુનિયન સંસદે ભારત અને પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે વાટાઘાટો કરવાની અપીલ કરી હતી. જેથી બંને દેશો વચ્ચે શાંતિ રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.