Politics/ વારંવાર પુનરાવર્તન કર્યા બાદ પણ, જૂઠ જૂઠ જ રહે છે : રાહુલ ગાંધી

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શાંબ્દિક નિશાન સાધ્યું છે.

Top Stories India
cricket 35 વારંવાર પુનરાવર્તન કર્યા બાદ પણ, જૂઠ જૂઠ જ રહે છે : રાહુલ ગાંધી

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર શાંબ્દિક નિશાન સાધ્યું છે. વડા પ્રધાન મોદીનાં ફોટા સાથે અનુક્રમે 14 અને 25 ફેબ્રુઆરીએ વડા પ્રધાન મોદીનાં ફોટો સાથે છાપવામાં આવેલી જાહેરાતો ઉપર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું છે કે, જો વારંવાર પુનરાવર્તન કરવામાં આવે તો પણ જૂઠ, જૂઠ જ રહે છે.

કોરોના વિસ્ફોટ / અમદાવાદ કોર્પોરેશન દ્વારા નવા 18 વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

આપને જણાવી દઇએ કે, પ્રભાત સમાચાર અને સન્માર્ગ અખબારોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ફોટા સાથેની એક જાહેરાત દર્શાવવામાં આવી છે. આ જાહેરાત પ્રથમ 14 ફેબ્રુઆરી, પછી ફરીથી 25 ફેબ્રુઆરીનાં રોજ છપાઇ હતી. આ જાહેરાતમાં વડા પ્રધાન મોદીનાં ફોટાની સાથે એક મહિલાનો ફોટો પણ દર્શાવવામાં આવ્યો છે. આ તસવીર સાથે લખેલું છે કે, ‘પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મને મળ્યુ પોતાનુ મકાન, છત મળવાથી અંદાજે 24 લાખ પરિવારો થયા આત્મનિર્ભર. સાથે આવીએ અને એકસાથે મળીને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરીએ. આ સાથે એક સૂત્ર લખ્યું છે – ‘આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર બંગાળ.’

Crime: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સ ઝડપાયા

અહેવાલો અનુસાર જે મહિલાનો ફોટો આ જાહેરાતમાં છે તેનું નામ લક્ષ્મી દેવી છે. લક્ષ્મી દેવી પાસે પોતાનું ઘર નથી અને તે એક નાનકડા રૂમમાં રહે છે, જેનુ ભાડું 500 રૂપિયા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લક્ષ્મી દેવીને પણ ખબર નથી હોતી કે તેનો આ ફોટો ક્યારે લેવામાં આવ્યો હતો. હવે આ જાહેરાત દ્વારા વિપક્ષો મોદી સરકાર પર ખોટા પ્રચારનો આરોપ લગાવી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ