કોંગ્રેસ તોડો યાત્રા/ ભરૂચ જિલ્લામાં પણ કોંગ્રેસ હાંસિયામાં, 300થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા

ભરૂચ જિલ્લામાં પૂર્વપટ્ટીના મજબૂત આગેવાન મહેશ પરમાર અને વાગરાના યાકુબ ગુરુજી સહિત આગલી હરોળના અનેક આગેવાનોએ કોંગ્રેસને બાય બાય કરી દેતા કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત થવાની શરૂઆત થઈ હતી.

Top Stories Gujarat Others
બ 1 1 ભરૂચ જિલ્લામાં પણ કોંગ્રેસ હાંસિયામાં, 300થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા

આવનારા મહિનાઓમાં ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી યોજવાની છે ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે તો બીજી બાજુ ગુજરાતમાં કોંગ્રેસ તોડો યાત્રા ચાલી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. કારણ કે કોંગ્રસમાંથી સતત લોકો રાજીનામાં આપીને કેસરીઓ ધારણ કરી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ છે. જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે કેસરિયો ધારણ કર્યો. 16 ગામોના 300થી વધુ આગેવાનો અને કાર્યકરો પણ ભાજપમાં જોડાયા, આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કાંગરા ખરવાની શરૂઆત થઈ ચૂકી છે .

  • જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે કેસરિયો ધારણ કર્યો
  • 16 ગામોના 300થી વધુ આગેવાનો અને કાર્યકરો પણ ભાજપમાં જોડાયા
  • આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કાંગરા ખરવાની શરૂઆત થઈ ચૂકી હતી.

ભરૂચ જિલ્લામાં પૂર્વપટ્ટીના મજબૂત આગેવાન મહેશ પરમાર અને વાગરાના યાકુબ ગુરુજી સહિત આગલી હરોળના અનેક આગેવાનોએ કોંગ્રેસને બાય બાય કરી દેતા કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત થવાની શરૂઆત થઈ હતી. આ આઘાતની કળ વડે તે પહેલા જ કોંગ્રેસના વધુ એક કદાવર નેતા અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે 20 થી વધુ ગામોના આગેવાનો અને કાર્યકરો સાથે કોંગ્રેસને છોડી ભાજપનો કેસરિયો ધારણ કરતા કોંગ્રેસ ચૂંટણી પહેલા જ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે.

વાગરા તાલુકાના સાયખા ખાતે ભાજપનું જન સંમેલન યોજાયું જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં કોંગ્રેસના કદાવર આગેવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજ, સાયખાના સરપંચ જયરાજસિંહ રાજ, દુધધારા ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન હેમંતસિંહ રાજ, વાગરા તાલુકા પંચાયતના સભ્ય મુબારક પઠાણ અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન યુનુસભાઈ સરપંચ સહિત 16 ગામોના આશરે 300 થી વધુ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. જેમને કેસરી ખેસ પહેરાવી ભાજપના જિલ્લા પ્રભારી જનકભાઈ બગદાણાવાળા, ધારાસભ્ય અરુણસિંહ રણા અને જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ કેસરી ખેસ પહેરાવી આવકાર્યા હતા.