Not Set/ 21 મી સદીમાં પણ માનવતા હજી છે જીવંત, મુસ્લિમ યુવકોએ કર્યું એવું તે જાણીને…

વાંસદા તાલુકાનો છે, જ્યાં કોમી એકતાનું એક મોટું ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં વાંસડાના ચંપાવાડીમાં કેટલાક મુસ્લિમ યુવકોએ એક હિન્દુ મહિલાના…

Gujarat Others
માનવતા

21 મી સદી એ ટેકનોલોજીનો યુગ કહેવાય છે અને આ યુગમાં જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી ગઈ છે, એમ એમ નવા ઇનોવેશન સામે આવી રહ્યા છે. આ સમયમાં હવે માટીના મકાનોની જગ્યાએ ક્રોકિંટના વધી રહેલા આ જંગલ વચ્ચે ક્યાંકને ક્યાંક માનવતા ઓસરાતી જોવા મળી રહી છે, ત્યારે આ વચ્ચે માનવતા મહેકાવતો એક કિસ્સો સામે આવ્યો છે.

આ પણ વાંચો : લીંબડી મંગલ મંદિરમાં સર્જાયા હૃદયદ્રાવક દ્રશ્યો, પત્રકારોની મદદથી બહેનનું કરવાયું પરિવાર સાથે મિલન

આ મામલો વાંસદા તાલુકાનો છે, જ્યાં કોમી એકતાનું એક મોટું ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં વાંસડાના ચંપાવાડીમાં કેટલાક મુસ્લિમ યુવકોએ એક હિન્દુ મહિલાના અંતિમ સંસ્કાર કરીને ઉત્તમ ઉદાહરણ પૂરુ કર્યું છે.

હકીકતમાં વાંસદામાં ચંપાવાડીના રાણી ફળિયામાં રહેતા મીનાબેનનું કોરોનાની સારવાર દરમિયાન સુરત સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો, ત્યારે તેમના મૃતદેહને ગામમાં લઈ આવવામાં આવ્યો હતો. આવામાં ફળિયામાં રહેતા મુસ્લિમ યુવકો અંતિમ સંસ્કારમાં મદદે આવ્યા હતા.

આ પણ વાંચો : રાષ્ટ્રીય પોષણ માસ : દ્વિ દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ,સ્મૃતિ ઈરાનીએ કર્યું ઉદ્ઘાટન,પુસ્તિકાનું વિમોચન

આ દરમિયાન ચંપાવાડીમાં રહેતા અને હંમેશાની માટે સેવા કાર્યમાં જોડાયેલા રહેતા જુનેદ પઠાણ અને એમાં સાથી મિત્રોએ આ માનવતા મહેકાવી હતી, જેમાં કોરોનાગ્રસ્ત હિંદુ મહિલાના હોલીપાડા ગામે આવેલી સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ સેવાકાર્ય અંગે તેઓએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અંતિમસંસ્કારની તૈયારીઓ શરૂ કરીને અંતિમસંસ્કારની સંપૂર્ણ જવાબદારી અમે પોતાના માથે લીધી હતી અને ચિતા પર લાકડા ગોઠવાયા હતા અને અંતિમસંસ્કારની વિધિ પાર પાડી રાત્રે 11.30 કલાકે અંતિમ સંસ્કાર કર્યા હતા.

આ પણ વાંચો :પંચમહાલ જિલ્લામાં જન્માષ્ટમીની સાંજે સાર્વત્રિક મેઘમહેરથી ધરતીપુત્રો ખુશખુશાલ

આપને જણાવી દઈએ કે, કોરોના કાળમાં અત્યાર સુધી આ યુવકોએ 15થી વધુ કોરોના પોઝિટિવ તથા અન્ય લોકોના મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે અને માનવતા મહેકાવી છે.

આ પણ વાંચો : પ્રધ્યુમન પાર્કમાં કેન્ટીનને અનહાઇજીનીક કન્ડીશન અંગે નોટીસ,એક્સપાયરી તથા ડેટ વગરની

આ પણ વાંચો :કિડની વેચો અને ૪ કરોડ રોકડા મેળવો,- જેવી લોભામણી જાહેરાત આપનાર આરોપી ઝડપાયો