Citizenship Amendment Act/ ઝુરા કેમ્પમાં રહેતા સોઢા શરણાર્થીઓને આજે પણ નાગરીકત્વ મળ્યું નથી

વર્ષ 2009માં પાકિસ્તાનથી ગુજરાતમાં આવી પાટણમાં પાકિસ્તાની શરણાર્થીઓ વસ્યા હતા. ત્યારબાદ 2011માં આ શરણાર્થીઓ કચ્છમાં આવ્યા હતા. હાલમાં તેઓ ભુજ તાલુકાના ઝુરા કેમ્પમાં રહે છે

Top Stories Gujarat Trending
allopethi 3 ઝુરા કેમ્પમાં રહેતા સોઢા શરણાર્થીઓને આજે પણ નાગરીકત્વ મળ્યું નથી

ભુજના ઝુરા કેમ્પમાં રહેતા સોઢા શરણાર્થીઓને હજી પણ ઓળખ પત્ર મળ્યા નથી પરિણામે ભારે હાલાકી વેઠવી પડે છે.

વર્ષ 2009માં પાકિસ્તાનથી ગુજરાતમાં આવી પાટણમાં પાકિસ્તાની શરણાર્થીઓ વસ્યા હતા. ત્યારબાદ 2011માં આ શરણાર્થીઓ કચ્છમાં આવ્યા હતા. હાલમાં તેઓ ભુજ તાલુકાના ઝુરા કેમ્પમાં રહે છે પરંતુ તેમને કોઈ જાતની સવલત મળતી નથી. કારણ કે તેમની પાસે ભારતનું નાગરિકત્વ નથી. વર્ષ 2018માં તેમણે કલેકટર કચેરી ખાતે અરજી કરી હતી પરંતુ અત્યાર સુધી તેઓને નાગરીકત્વ મળ્યું નથી.પરિણામે ડ્રાઇવિંગ લાઇસન્સ મળતું નથી,કંપનીઓમાં નોકરી નથી મળતી,બેન્ક ખાતું ખોલી શકાતું નથી. બીજી અનેક સમસ્યાઓ સામે આવી છે.

જોકે, CAA (Citizenship Amendment Act) અંતર્ગત આ શરણાર્થીઓને ભારતનુ નાગરિકત્વ મળવાની આશા છે.ખાસ વાત એ છે કે,1971માં આવેલા શરણાર્થીઓ બાદ કોઈને ભારતનું નાગરિકત્વ નથી મળ્યું ઝુરા કેમ્પમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓના બે પરિવાર રહે છે. 1971માં પાકિસ્તાનમાંથી ભારતમાં આવેલા શરણાર્થીઓના ઘણા પરિવારો અહીં આવ્યા અને એમને અહીંનું નાગરિકત્વ મળ્યું છે. આ શરણાર્થીઓના સગા સંબંધીઓ પણ અહીં રહે છે, પરંતુ પાછળથી જે લોકો આવ્યા છે, તેમને હજુ સુધી નાગરિકત્વ મળ્યું નથી. આ શરણાર્થીઓ પાસે તેમની ઓળખના કોઈ પુરાવાઓ ન હોવાથી કોઈ નોકરી પણ નથી મળતી. પરિણામે તેઓ છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.શરણાર્થીઓએ CAAથી નાગરિકત્વ મળવાની ખુશી વ્યક્ત કરી છે ત્યારે તેમને તમામ સુવિધાઓ તેમજ સરકારી યોજનાઓનો લાભ પણ મળશે અને તેમને ઓળખના પુરાવાઓ પણ મળશે. જેથી રોજગારી સહિતના તેમની સેંકડો સમસ્યાઓ દૂર થશે. આ વિચાર સુદ્ધાથી તેમનામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.