Not Set/ અરુણ જેટલીની તબિયત બગડતા દરેક કેન્દ્રીય મંત્રી આજે જશે એઈમ્સ

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીની તબિયત ગંભીર હોવાથી તેમની એઈમ્સ ખાતે સારવાર ચાલી રહી છે. શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ તેમની ખબર પુછવા એઈમ્સ ગયા હતા. શુક્રવારે સાંજે જેટલીની તબિયત ફરી એકવાર બગડી હતી. મળી રહેલી માહિતી અનુસાર તેમનુ હૃદય અને ફેફસા બરાબર કામ કરી રહ્યા નથી. તેથી, તેમને એકમો મશીન પર રાખવામાં […]

India
arun jaitley 0 1565979418 અરુણ જેટલીની તબિયત બગડતા દરેક કેન્દ્રીય મંત્રી આજે જશે એઈમ્સ

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીની તબિયત ગંભીર હોવાથી તેમની એઈમ્સ ખાતે સારવાર ચાલી રહી છે. શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ તેમની ખબર પુછવા એઈમ્સ ગયા હતા. શુક્રવારે સાંજે જેટલીની તબિયત ફરી એકવાર બગડી હતી. મળી રહેલી માહિતી અનુસાર તેમનુ હૃદય અને ફેફસા બરાબર કામ કરી રહ્યા નથી. તેથી, તેમને એકમો મશીન પર રાખવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે સવારે દિલ્હીમાં ઉપસ્થિત તમામ કેન્દ્રીય પ્રધાનો અરુણ જેટલીને જોવા માટે એઈમ્સ જશે.

ભાજપનાં વરિષ્ઠ નેતા અરૂણ જેટલીને 9 ઓગષ્ટનાં રોજ ગભરાટ અને નબળાઇની ફરિયાદ બાદ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિડલા અને ભાજપનાં અન્ય ટોચનાં નેતાઓ અરુણ જેટલીની મુલાકાત લેવા હોસ્પિટલ ગયા હતા. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ પણ તેમને જોવા માટે એઈમ્સ પહોંચ્યા હતા. આ પહેલા અરૂણ જેટલીને વજન ઘટાડવા માટે પેટની ચરબીની સર્જરી કરાવી પડી હતી. આપને જણાવી દઇએ કે, તેમની કિડનીને વર્ષ 2018માં એઈમ્સમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.