Not Set/ ફાંસીની સજા/ ડેથ વોરંટ કે કાળા વોરંટ તરીકે પણ ઓળખાય છે, પણ ગાળિયો કસવામાં કાયદો જ હાલ તો રુકાવટ બની રહ્યો છે

દેશનો માહોલ હાલના તબક્કે એકદમ પ્રવાહી છે. ચોતરફ લોકોમાં કોઈને કોઈ મુદ્દે રોષ છવાયેલો છે. સીએએ ના કાયદાનો વિરોધ આજેપણ પુરજોશમાં ચાલુ છે. તો અન્ય મુદ્દાઓ તો તેવા છે કે જે હમેશા લોકો માટે ચિંતાનું કારણ બનેલા હોય છે. જેમાં મોંઘવારી, બેરોજગારી, ખેતી અને સતત ઘટતો જઈ રહેલ જીડીપી દર છે. ખેર આ મુદ્દાઓ કોઈને […]

Top Stories India
rina brahmbhatt1 ફાંસીની સજા/ ડેથ વોરંટ કે કાળા વોરંટ તરીકે પણ ઓળખાય છે, પણ ગાળિયો કસવામાં કાયદો જ હાલ તો રુકાવટ બની રહ્યો છે

દેશનો માહોલ હાલના તબક્કે એકદમ પ્રવાહી છે. ચોતરફ લોકોમાં કોઈને કોઈ મુદ્દે રોષ છવાયેલો છે. સીએએ ના કાયદાનો વિરોધ આજેપણ પુરજોશમાં ચાલુ છે. તો અન્ય મુદ્દાઓ તો તેવા છે કે જે હમેશા લોકો માટે ચિંતાનું કારણ બનેલા હોય છે. જેમાં મોંઘવારી, બેરોજગારી, ખેતી અને સતત ઘટતો જઈ રહેલ જીડીપી દર છે. ખેર આ મુદ્દાઓ કોઈને કોઈ કારણે ચર્ચાઓમાં હોય જ છે. અને વળી હાલમાં બજેટ રજુ થયુ છે. જેથી લોકો આ મામલે પણ તેમની સૂઝ-બુઝ મુજબ પોતાનો અભિપ્રાય ધરાવે છે. પરંતુ આ બધા જ મુદ્દાઓમાં એક મુદ્દો થોડો સંવેદનશીલ પણ છે અને લોકોની ભાવનાઓ સાથે જોડાયેલો પણ છે. ૨૦૧૨ માં બનેલ અત્યંત જઘન્ય તેવો નિર્ભયા કાંડ કે જેના ગુનેગારોની ફાંસીની તારીખો સતત બદલાઈ રહી છે.

જેને પગલે લોકોની યાદદાસ્ત ફરી આ કાંડ અંગે તાઝી થઇ રહી છે. આ ભારતમાં બનેલ તેવો અત્યંત જઘન્ય કાંડ હતો કે જેણે ભારતભરમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ ઘેર પ્ર્ત્યાઘાત પડ્યા હતા . ત્યારબાદ સરકાર દ્વારા પણ બળાત્કાર અંગે કેટલાક કડક પ્રાવધાનો કરાયા હતા. પોક્સો જેવો કાયદો પણ બનાવવામાં આવ્યો હતો. નિર્ભયા ફંડ અલગથી ઉભું કરાયું હતું. પરંતુ જમીની સચ્ચાઈ તે છે કે આ કાયદાઓ આજની સ્થિતિમાં કોઈ રીતે અસરકારક બની શક્યા નથી. તેનાથી ગુનાખોરીમાં કોઈ ફર્ક પડ્યો નથી. ઉલટાનું રેપ ટીલ ડેથ ના બનાવોએ માઝા મૂકી છે. ગુનાખોરો વધુ તરસ્યા બન્યા છે. ઉમરનો કે માંસુમીયતનો પણ તેમને કોઈ લિહાજ નથી. ના કાયદાનો કોઈ ડર છે.

ત્યારે મતલબ સાફ છે કે, ભારતમાં કાયદા ગમે તેટલા બનાવવામાં આવે પરંતુ તે પોથીમાંના રીંગણ સમાન સાબિત થાય છે. કેમ કે, તેની અમલવારીમાં કાયદો પોતે જ રુકાવટ બને છે. નિર્ભયા મામલે પણ આમ જ થઇ રહ્યું છે. તારીખ પે તારીખ….નું ચક્કર ચાલ્યા કરે છે. અત્યાર સુધી અનેકવાર તારીખો જાહેર થઇ. નિર્ભયાના માતા આશાદેવી પણ આ મામલે અનેકવાર પોતાનો આક્રોશ વ્યક્ત કરી ચુક્યા છે. અને લોકો પણ આ પાપીઓ ને ક્યારે ફાંસીના માંચડે લટકાવશે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો કે, દુખ સાથે કહેવું પડે છે કે, આવા પાપીઓને તો કોઈ કેસ લડવા માટે પણ ના મળવું જોઈએ.

એમનો કેસ લડવો તે એક મોટું પાપ જ છે. પરંતુ ભારતમાં પૈસો પરમેશ્વર છે. લોકો પાપ-પુણ્ય ને પૈસા મામલે નજરઅંદાજ કરે છે. અન્યથા આ જાનવર થી પણ બદતર તત્વો ક્યારના ફાંસીએ લટકી ગયા હોત અને પૃથ્વી પરથી એક પાપ ગયું હોત. જો કે, તેઓ કાયદાને જ હથિયાર બનાવી ગમે તેટલા રસ્તા શોધે પરંતુ ફાંસી તો તેમના માટે નિશ્ચિત જ છે. કેમ કે તેમનો ગુનો જ એટલો જઘન્ય છે કે, ભગવાન પણ એમને આ સજામાંથી નહિ બચાવી શકે.

અર્થાત તેમના માટે ફાંસીનો ગાળિયો તો ક્યારનો તૈયાર કરવામાં આવી ચુક્યો છે. તેમને ડેથ વોરંટ પણ આપી દેવાયું છે. પરંતુ દયા અરજી ને ક્યુરેટીવ પીટીશન નો આશરો લઇ આ લોકો એક એક પત્તા ઉતારી રહ્યા છે. ત્યારે અહી તે જાણવું પણ રસપ્રદ રહેશે કે, મૃત્યું દંડ ના વોરંટથી લઈને ફાંસી આપવા વચ્ચે ૧૪ દિવસનો સમય હોય છે. અને આ ૧૪ દિવસો દરમ્યાન શું શું કરવામાં આવે છે તે જાણીએ તો,

ભારતમાં સજા-એ-મોત ફાંસી દ્વારા આપવામાં આવે છે. અને ડેથ વોરંટને કાળા વોરંટ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે આ જે કાગળ પર છાપવામાં આવે છે તેનો હાંસિયો કાળા રંગનો હોય છે. તેને અપરાધીની હાજરીમાં જ જજ દ્વારા જાહેર કરવામાં આવે છે. અને તેને કે તેના વકીલને તેની એક કોપી આપવામાં આવે છે.

અને અગર અપરાધી કોઈ કારણોસર જજ સામે હાજર ના થી શકે તેમ હોય્ તો તેને વિડીઓ કોન્ફરન્સ દ્વારા પણ તેને આ બાબતની જાણ કરવામાં આવે છે.

વિશેષમાં આ અંગે તિહાડ જેલના પૂર્વ વરિષ્ઠ અધિકારી સુનીલ ગુપ્તાએ એક ખાનગી ચેનલને આપેલ ઈન્ટરવ્યું માં જણાવ્યું હતું કે, કાળા વોરંટ પર હસ્તાક્ષર કર્યા બાદ જજ પોતાની કલમ ની નિબ તોડી નાખતા હોય છે. અને આ એક પ્રતીકાત્મક કાર્યવાહી છે. જે કરીને જજ આશા કરે છે કે, તેમને ફરી કદી આવા ડેથ વોરંટ પર સહી ના કરવી પડે..

વધુમાં આ ૧૪ દિવસો દરમ્યાન આરોપીને અગર વોરંટ માં કોઈ ખામી જણાય કે અગર તે અસંતુષ્ટ જણાય તો તે તેના વકીલ દ્વારા વોરંટ મામલે ફરિયાદ દાખલ કરી શકે છે. તેમજ આ સમય દરમ્યાન અગર અપરાધીની દયા અરજી નકારવામાં આવે છે તો, તેને દંડિત બંદી માની લેવામાં આવે છે. અને તેને બાકીના કેદીઓ થી અલગ કરી દેવામાં આવે છે. તેણે ખાવા પીવાનું બધું જ અલગ કરવું પડે છે. જેલ પ્રશાશન સતત તેના પર વોચ રાખે છે. અને તેના પાસે કોઈ કામ પણ નથી કરાવતું. તે તેના પરિવારવાળાઓને મળી શકે છે.

વધુમાં જેલમાં અગર જલ્લાદ ના હોય તો તેને ૪૮ કલાક પહેલા બોલાવવામાં આવે છે. ફાંસી સૂર્યોદય બાદ જ આપવામાં આવે છે. તેને તેની ઈચ્છા પૂછવામાં આવે છે તેણે કોઈ ખાસ નાસ્તો કરવો હોય તો કરાવવા માં આવે છે. તેને નવડાવી ધોવડાવી તેની વસીયત અંગે પૂછવામાં આવે છે. આ બધી પ્રક્રિયા બાદ તેને કાળા કપડા પહેરાવવા આવે છે. અને હાથ બાંધી જાતે ચાલીને ફાંસીના ગાળિયા સુધી લઇ જવાય છે. ફાંસીના તખ્તા પર પહોચ્યા બાદ તેના પગ પણ બાંધી દેવામાં આવે છે. ત્યાર બાદ કાળું કપડું પહેરાવી તેના ગળામાં ગાળિયો પહેરાવાય છે.

અને ગાળિયો ખેચતા જ તેનું શરીર ૧૨ ફૂટ ઊંડા કુવામાં લટકી જાય છે. નિયમાવલી અનુસાર આ જાટકા થી તેના ગરદન નું હાડકું તૂટી જાય છે, અને તે તરત બેહોશ થઇ જાય છે. અને શરીરમાં ઓક્સીજન અટકી જતા તેનું દિમાગી મોત થઇ જાય છે. અને તેના શરીર ને આ પ્રકારે ૨ કલાક લટકાવી રાખવામાં આવે છે, ત્યાર બાદ પોસ્ટમાર્તમ દ્વારા તેની યોગ્ય રીતે ફાંસી અપાઈ છે કે કેમ? તે જોવામાં આવે છે…..

@ કટાર લેખીકા, રીના બ્રહ્મભટ્ટની કમલથી…….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.