una/ ઊનાનાં રામનગર ખારા વિસ્તારમાં અવાવરૂ જગ્યાએથી મળ્યો એક્સપાઇરી દવાનો જથ્થો

ઊનાના રામનગર ખારા વિસ્તારમાં અવાવરૂ જગ્યાએ એક્સપાઇરી દવાનો જથ્થો મળી આવ્યો છે. લોકોમાં ચર્ચા છે કે, મોટાપાયે દવાનો બિનઉપયોગી જથ્થો માનવ વસ્તીમાં કોણે નાખ્યો હશે ?

Gujarat Others
WhatsApp Image 2021 02 05 at 7.52.28 PM ઊનાનાં રામનગર ખારા વિસ્તારમાં અવાવરૂ જગ્યાએથી મળ્યો એક્સપાઇરી દવાનો જથ્થો

ઊનાના રામનગર ખારા વિસ્તારમાં અવાવરૂ જગ્યાએ એક્સપાઇરી દવાનો જથ્થો મળી આવ્યો છે. લોકોમાં ચર્ચા છે કે, મોટાપાયે દવાનો બિનઉપયોગી જથ્થો માનવ વસ્તીમાં કોણે નાખ્યો હશે ?

ઊના શહેરના રેલ્વે ફાટક નજીક આવેલ ખારા વિસ્તારમાં મોટાપાયે એક્સપાઇરી થયેલ દવાનો જથ્થો રહેણાંક વિસ્તાર નજીક આવેલ અવાવરૂ જગ્યામાં નાખી દેવાતા ભારે તક વિતર્ક સર્જાયો છે. આ દવાનો જથ્થો સરકારી ન હોવાનું હોસ્પીટલના તબીબોએ જણાવેલ છે.
બપોરના સમય બાદ રામનગર ખારા રહેણાંકીય વિસ્તાર નજીક રેલ્વે ફાટક પાસે આવેલ અવાવરૂ જગ્યામાં મોટાપાયે એલોપેથીક દવાનો જથ્થો હોવાની વાત વહેતી થતાં લોકો અને મીડીયા કર્મી દોડી ગયા હતા. અને ત્યાં આ જથ્થો કેવી રીતે અને કોણે નાખી ગયેલ તે અંગે સરકારી હોસ્પીટલના તબીબ જાદવ અને બ્લોક ઓફીસર પઢીયાર અને તેના સ્ટાફને સ્થળ પર બોલાવતા તેણે દવા આ મોટાપાયે મળી આવેલ દવાનો જથ્થો એક્સપાઇરી ડેટ હોવાનું અને તે સરકારી દવાનો જથ્થો ન હોવાનું જણાવેલ છે.

WhatsApp Image 2021 02 05 at 7.52.32 PM ઊનાનાં રામનગર ખારા વિસ્તારમાં અવાવરૂ જગ્યાએથી મળ્યો એક્સપાઇરી દવાનો જથ્થો

આ જથ્થો કોઇ મોટી એલોપેથીક એજન્સી અથવા દવાની ખાનગી દુકાન માલીકનો હોય અને તેણે નાશ કરવાના બદલે અવાવરૂ જગ્યામાં નાખી પોતાની બેદરકારી રાખી હોવાનો મેડીકલ અધિકારીએ શૂર વ્યક્ત કર્યો છે. આ રેલ્વે ફાટકની બન્ને સાઇડ વિસ્તાર ખારા તરીકે ઓળખાય છે. અને મોટી સંખ્યામાં શ્રમિક વર્ગમાં લોકો રહેતા હોય આ દવાનો જથ્થો કોઇના હાથમાં આવ્યો છે કે ,કેમ તે તપાસની બાબત બની ગઇ છે. અને આવી બેદરકારી પૂર્વક દવાનો જથ્થો કોણે જાહેરમાં નાખ્યો છે તે અંગે તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

WhatsApp Image 2021 02 05 at 7.52.26 PM ઊનાનાં રામનગર ખારા વિસ્તારમાં અવાવરૂ જગ્યાએથી મળ્યો એક્સપાઇરી દવાનો જથ્થો

ઉના બ્લોક હેલ્થ ઓફીસર પઢીયારનો સંપર્ક કરતા તેણે આ દવાનો મોટો જથ્થો એક બ્રેજ નંબરનો હોય કોનો છે, તે પકડવું મુશ્કેલ છે. પરંતુ આ વિષય ડ્રગ્સ ઇન્સ્પેક્ટરનો છે. તેમ છતાં આ બાબતને ગંભીર લઇ તે વિસ્તારમાં દવાના જથ્થા અંગે રોજકામ કરીને તેનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે તેવું જણાવેલ હતું.

2015ની એક્ષપાઇરી ડેટની દવા 2021 માં ફેકાય…

2015માં આ દવાના જથ્થાની એક્ષપાઇરી ડેટ પૂર્ણ થયેલ અને 2021માં સલમ વિસ્તારમાં આ જથ્થો ફેકાયો છે. અને આ મુદ્દાને ગંભીરતા પૂર્વક બ્લોક હેલ્થ ઓફીસરએ લઇ જાહેર સ્થળ પર દવા નાખનારા એજન્સી અથવા મેડીકલને દવાના બેજ નંબર આધારે તપાસ કરવાના બદલે છાંવરતા હોય તેમ આ મુદ્દાને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરનો મુદ્દો ગણાવી માનવ જીંદગી જોખમમાં મુકનારા લોકોને માત્ર પંચરોજકામ કરી છુટોદોર આપતા હોય તેવો તાલ સર્જાયો છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…