Not Set/ બોમ્બે હાઇકોર્ટનો કેન્દ્રને નિર્દેશ વેક્સિનની ખરીદી અને ફાળવણીની પ્રક્રીયા સમજાવો

આ મહિનાની શરૂઆતમાં, હાઈકોર્ટે રાજ્ય અને કેન્દ્રને પૂછ્યું હતું કે શા માટે નાગરિકોને ઉપલબ્ધ રસીકરણ સ્લોટની અગાઉથી જાણ કરી શકાતી નથી જેથી પોર્ટલ પર બુકિંગ માટે છેલ્લી ઘડીની ભીડ ન રહે.

Top Stories
bombay highcourt બોમ્બે હાઇકોર્ટનો કેન્દ્રને નિર્દેશ વેક્સિનની ખરીદી અને ફાળવણીની પ્રક્રીયા સમજાવો

બોમ્બે હાઈકોર્ટે  કેન્દ્ર સરકારને કોરોના વેક્સિન ખરીદવાની અને તેને રાજ્યોને ફાળવવાની પ્રક્રિયા સમજાવતું સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી.એસ. કુલકર્ણીની ખંડપીઠ, જે કોવિન પોર્ટલ પર રસીકરણ સ્લોટ બુક કરતી વખતે નાગરિકોને પડતી સમસ્યાઓના નિવારણની અરજીઓ સાંભળી રહી છે, તેણે કેન્દ્રને 27 ઓગસ્ટ સુધીમાં આ સોગંદનામું દાખલ કરવાનું કહ્યું છે.

આ મહિનાની શરૂઆતમાં, હાઈકોર્ટે રાજ્ય અને કેન્દ્રને પૂછ્યું હતું કે શા માટે નાગરિકોને ઉપલબ્ધ રસીકરણ સ્લોટની અગાઉથી જાણ કરી શકાતી નથી જેથી પોર્ટલ પર બુકિંગ માટે છેલ્લી ઘડીની ભીડ ન રહે. સોમવારે મહારાષ્ટ્ર સરકારે પીઆઈએલનો જવાબ આપતાં સોગંદનામામાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને રસીની સંખ્યા ફાળવવામાં આવી હોવાની સૂચના આપી હતી, જે પછી સીધી રસી ઉત્પાદકો દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

સોગંદનામા મુજબ, રસી ઉત્પાદકો ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાએ પુણેમાં ‘મહારાષ્ટ્ર સ્ટેટ વેક્સીન સ્ટોર’ને ફાળવેલ રસીની સપ્લાય કરી હતી, જે પછી મ્યુનિસિપલ સત્તાવાળાઓ અને રાજ્ય આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત આઠ નિયુક્ત વડાઓને આપવામાં આવી હતી, જેમણે આ રસી જિલ્લા કક્ષાના સત્તાવાળાઓને વહેંચવામાં આવી હતી.

સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે, મે 2021થી, કેન્દ્ર સરકાર મહારાષ્ટ્ર સરકારને ફાળવવામાં આવેલી રસીની સંખ્યા પખવાડિયા મુજબ સૂચિત કરી રહી છે. જોકે, તેમાં વધુમાં જણાવ્યું હતું કે, ઉત્પાદકો દ્વારા રસીની સપ્લાયની તારીખ બદલાય છે અને તેથી, રાજ્ય લોકોને ઉપલબ્ધ રસીકરણ સ્લોટની અગાઉથી જાણ કરવામાં અસમર્થ છે.

કેન્દ્ર સરકારના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે કોર્ટ ને કહ્યું કે કેન્દ્ર “તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અગાઉથી માહિતી આપે છે જેથી તેઓ રસીકરણને વેગ આપવા માટે જિલ્લાવાર અને સીવીસી મુજબ યોજના તૈયાર કરી શકે.” દરમિયાન મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ અનિલ સાખરેએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, મહાનગર પાલિકાના રેકોર્ડ મુજબ, મુંબઈમાં કુલ 63,40,138 લોકોએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ મળ્યો હતો અને 21,61,939 લોકોએ બંને ડોઝ મેળવ્યા હતા.