bangladesh/ ઢાકાની બહુમાળી ઈમારતમાં વિસ્ફોટ, 14ના મોત, અનેક ઘાયલ

બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઢાકામાં એક બહુમાળી ઈમારતમાં મંગળવારે અચાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 14 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા…

Top Stories World
Explosion In Bangladesh

Explosion In Bangladesh: બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઢાકામાં એક બહુમાળી ઈમારતમાં મંગળવારે અચાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 14 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઈમારતમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. જો કે બ્લાસ્ટમાં ઈમારતને ભારે નુકસાન થયું છે.

ઢાકાનો ગુલિસ્તાન વિસ્તાર ખૂબ જ ગીચ છે. મંગળવારે સાંજે અહીં એક બહુમાળી બિલ્ડીંગમાં અચાનક વિસ્ફોટ થયો હતો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. વિસ્ફોટ બાદ ઘણા લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે, જ્યારે 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઈજાગ્રસ્તોને ઈમારતમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે, આ વિસ્ફોટમાં આસપાસની ઈમારતોને કોઈ અસર થઈ નથી. સ્થાનિક મીડિયાને ટાંકીને સમાચાર એજન્સી રોઈટર્સે જણાવ્યું કે વિસ્ફોટ બાદ ફાયર ફાઈટરોને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા. વિસ્ફોટ લગભગ 4:50 વાગ્યે થયો હતો. પોલીસ ચોકીના ઈન્સ્પેક્ટર બચ્ચુ મિયાએ જણાવ્યું કે ઘાયલોને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે હોસ્પિટલના ઈમરજન્સી યુનિટમાં દરેકની સારવાર કરવામાં આવી રહી છે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સેનિટરી પ્રોડક્ટ્સના ઘણા સ્ટોર્સ છે અને તેની બાજુમાં BRAC બેંકની શાખા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટથી રોડની સામેની બાજુએ પાર્ક કરેલી બસને પણ નુકસાન થયું છે. પોલીસ ઈન્સ્પેક્ટર બચુ મિયાએ એએફપીને જણાવ્યું કે ઓછામાં ઓછા 45 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Locker Rules/ બેંકમાં લાગી આગ કે થઇ લૂંટ, જાણો કેવી રીતે થાય છે લોકરમાં રાખેલી કિંમતી ચીજવસ્તુઓની ભરપાઈ

આ પણ વાંચો: IAF-Womens Day/ વીમેન્સ ડેઃ એરફોર્સમાં પહેલી વખત મહિલા અધિકારીને ફ્રન્ટલાઇન કોમ્બેટ યુનિટનો કમાન્ડ

આ પણ વાંચો: AAP/ સિસોદિયા-સત્યેન્દ્ર જૈનના રાજીનામાં બાદ આતિશી-સૌરભ ભારદ્વાજને દિલ્હી કેબિનેટમાં મળ્યું સ્થાન