Not Set/ POK પર વિદેશ પ્રધાન એસ જયશંકરનું મોટું નિવેદન, કહ્યું-  જલ્દી જ ભારતનો હિસ્સો બનશે…!!

નરેન્દ્ર મોદી સરકારના 100 દિવસ પૂરા થયા છે. તે જ સમયે, વિદેશ મંત્રી એસ જયશંકરે વિદેશ મંત્રાલયના 100 દિવસ પૂરા થવા પર એક મોટું નિવેદન આપતાં કહ્યું છે કે, પીઓકે બહુ જલ્દી ભારત નો ભાગ બનશે.  એસ જયશંકર કહે છે કે એવી અપેક્ષા છે કે પીઓકે ટૂંક સમયમાં ભારતનો ભૌગોલિક ભાગ બનશે. આ સાથે જયશંકરે […]

Top Stories India
સ જયશંકર POK પર વિદેશ પ્રધાન એસ જયશંકરનું મોટું નિવેદન, કહ્યું-  જલ્દી જ ભારતનો હિસ્સો બનશે...!!

નરેન્દ્ર મોદી સરકારના 100 દિવસ પૂરા થયા છે. તે જ સમયે, વિદેશ મંત્રી એસ જયશંકરે વિદેશ મંત્રાલયના 100 દિવસ પૂરા થવા પર એક મોટું નિવેદન આપતાં કહ્યું છે કે, પીઓકે બહુ જલ્દી ભારત નો ભાગ બનશે.  એસ જયશંકર કહે છે કે એવી અપેક્ષા છે કે પીઓકે ટૂંક સમયમાં ભારતનો ભૌગોલિક ભાગ બનશે. આ સાથે જયશંકરે કહ્યું કે આર્ટિકલ 370 એ દ્વિપક્ષીય મુદ્દો નથી, તે આંતરિક મુદ્દો છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવ્યા બાદથી મોદી સરકારના ઘણા મંત્રીઓએ પીઓકે વિશે નિવેદનો આપ્યા છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે હવે પછીનો એજન્ડા પી.ઓ.કે. મેળવવાનો છે. મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસની સૌથી મોટી ઉપલબ્ધિઓ પર વાત કરતાં તેમણે કહ્યું કે અમારો આગળનો એજન્ડા પાકિસ્તાન હસ્તકના કાશ્મીરને ભારતનો અભિન્ન ભાગ બનાવવાનો છે.

 

સરકારના 100 દિવસના પ્રસંગે પત્રકાર પરિષદમાં આર્ટીકલ 370 પર બોલતા વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે. પાકિસ્તાન સાથે 370 નો મુદ્દો નથી. તેની સાથે આતંકવાદનો મુદ્દો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.