Not Set/ વિદેશ મંત્રાલયની સફળતા : સોમાલિયામાં ફસાયેલા ગુજરાત સહિત પાંચ રાજયોના આટલા ભારતીયો મુક્ત

ભારતીય વિદેશ મંત્રાલય તરફથી મળેલી જાણકારી પ્રમાણે 33 ભારતીય નાગરિકો સોમાલિયાની એક કંપનીમાં કામ કરતા હતા જ્યાં તેમને પગાર ચૂકવવામાં આવતો ન હતો. તેઓ

India World
ex affir

ભારતીય વિદેશ મંત્રાલય તરફથી મળેલી જાણકારી પ્રમાણે 33 ભારતીય નાગરિકો સોમાલિયાની એક કંપનીમાં કામ કરતા હતા જ્યાં તેમને પગાર ચૂકવવામાં આવતો ન હતો. તેઓ ઘણા સમયથી ત્યાં ફસાયેલા હતા. ઓક્ટોબર મહિનામાં કેન્યા સ્થિત ભારતીય મિશન દ્વારા આ મામલો પૂરજોશથી ઉઠાવવામાં આવ્યો હતો.તેઓને પરત લાવવામાં વિદેશ મંત્રાલયને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે.

shameful. / શરમ જનક : અમદાવાદની ફેક્ટરીમાંથી 37 બાળ મજૂરો છોડાવાયા…

વિદેશ મંત્રાલય તરફથી વધુમાં જણાવવામાં આવ્યા પ્રમાણે સોમાલિયામાં ફસાયેલા 33 ભારતીય કામદારોને સ્વદેશ પરત લાવવામાં ભારતીય વિદેશ મંત્રાલયને મોટી સફળતા મળી છે. આ 33 ભારતીયોમાં ગુજરાતના નાગરિકો પણ સામેલ છે. આ માહિતી કેન્યા સ્થિત ભારતીય દૂતાવાસે સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી જાહેર કરી છે. તે અનુસાર 11 કામદારોનું પહેલું ગ્રુપ 15 ડિસેમ્બરે મેગાદિશુ એરપોર્ટ પરથી ભારત આવવા માટે રવાના થયું હતું.મિશનના અધિકારીઓ કેન્યાથી સોમાલિયા ગયા અને વિદેશ વિભાગની મદદથી અધિકારીઓએ ત્યાં કંપની અને કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી.

AMC / છેલ્લા પાંચ વર્ષમાં વહીવટી પાંખ અને ચુંટાયેલી પાંખ વચ્ચેનો ગ…

આ અંગેની વાતચીત બાદ કંપનીના અધિકારીઓ ભારતીયોને મળવાપાત્ર પગાર ચૂકવવા માટે સહમત થયા હતા. જે કામદારો ભારત પરત જવા માંગતા હતા તેમને પરત મોકલવા માટે પણ કંપની સાથે સહમતિ બની હતી. આ મામલે મંત્રાલયના એક અધિકારીએ કહ્યું, ‘‘ભારતીય કામદારોને સુરક્ષિત પરત મોકલવા માટેના આ સકારાત્મક અભિગમ બદલ અમે સોમાલિયાના આભારી છીએ.પહેલા ગ્રુપમાં અત્યારે 33માંથી 11 ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. આવનારા અમુક અઠવાડિયામાં બાકીના 22 ભારતીયોને પણ પરત લાવવામાં આવશે. દરેક કામદારો ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ અને પંજાબના રહેવાસી છે. ’’

ram mandir / અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે 15 જાન્યુઆરીથી જનસંપર્ક, લો…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…