Not Set/ મંતવ્ય વિશેષ/ આવા હતા ભવિષ્યવેતા નાસ્ત્રેદમસ !! આવી કરી છે અનેક આગાહી

ભવિષ્યના જાણકાર એવા શબ્દોથી તો તમે બધા જ લોકો પરિચિત હશો. આપણી આસપાસ ઘણા લોકો એવા હોય છે કે જેને કુદરત દ્વારા અમુક ખાસ શક્તિ આપવામાં આવી હોય છે. અને તેના દ્વારા તે વ્યક્તિ પોતાના ભવિષ્ય વિશે અને ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે જાણકારી મેળવી શકતો હોય છે. દુનિયાની અંદર અનેક એવા વ્યક્તિઓ છે કે જેણે […]

Top Stories
nestraddemons મંતવ્ય વિશેષ/ આવા હતા ભવિષ્યવેતા નાસ્ત્રેદમસ !! આવી કરી છે અનેક આગાહી

ભવિષ્યના જાણકાર એવા શબ્દોથી તો તમે બધા જ લોકો પરિચિત હશો. આપણી આસપાસ ઘણા લોકો એવા હોય છે કે જેને કુદરત દ્વારા અમુક ખાસ શક્તિ આપવામાં આવી હોય છે. અને તેના દ્વારા તે વ્યક્તિ પોતાના ભવિષ્ય વિશે અને ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે જાણકારી મેળવી શકતો હોય છે. દુનિયાની અંદર અનેક એવા વ્યક્તિઓ છે કે જેણે ભવિષ્ય વિશે વિવિધ પ્રકારની ભવિષ્યવાણીઓ કરી છે. અને આમાંની ઘણી બધી ભવિષ્યવાણી સાચી પડી છે. આવા જ એક ભવિષ્યવેતા છે નાસ્ત્રેદમસ જેણે નાનપણની અંદર જ દુનિયાની અંદર બસો વર્ષ બાદ થનારી અનેક પ્રકારની ઘટનાઓ વિશે ભવિષ્યવાણી કરી હતી. નાસ્ત્રેદમસ દ્વારા અનેક પ્રકારની ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી.

આવા હતા ભવિષ્યવેતા નાસ્ત્રેદમસ

ભવિષ્યવકતા નાસ્ત્રેદમસ માટે તો તમે સાંભળ્યુ જ હશે. ૧૬ મી સદીના ભવિષ્યવકતા ફ્રાંસથી છે. આજથી ચારસો વર્ષ પહેલાં જ નાસ્ત્રેદમસે ૨૦ સદીઓની ભવિષ્યવાણીઓ કરી દીધી હતી. અને તેમની અનેક ભવિષ્યવાણીઓ સાચી પણ પડી છે. આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ ૨૦૧૯ હવે થોડા જ દિવસોનું મહેમાન છે. ચારે તરફ ખુશીનો માહોલ બનેલો છે ત્યારે ૨૦૨૦ માટે નાસ્ત્રેદમસે કરેલી ભવિષ્યવાણીઓ સાંભળશો તો તમને બિલકુલ ગમશે નહી. પણ તેમના મત મુજબ આવનારૂ વર્ષ ખુજ હિંસક રહેવાની શકયતા છે.

ભવિષ્યવાણી એક સપના જેવી હોય છે. પણ તે કેટલીક વાર સાચી પણ હોય છે. દરેક ધર્મમાં ભવિષ્યવાણી પર ભરોસો રાખનારા લોકો હયાત છે. જો કે દુનિયાભરમાં અનેક ભવિષ્યવાણીઓ થાય છે. તે બધી એક તરફ અને ફ્રાંસના ભવિષ્યવકતા નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી એક તરફ હોય છે. એ કહેવુ મુશ્કેલ છે કે લોકો કોના પર ભરોસો કરશે. પણ એક વાત નકકી છે. ભવિષ્યવાણીઓની દુનિયામાં જેટલુ નામ નાસ્ત્રેદમસનું છે. તેટલુ બીજા કોઇનું નહી હોય.

પ્રકૃતિનો આટલી ક્રોધિત પહેલાં કયારેય જોવા મળી ન હતી. જેટલી વીસમી સદીમાં જોવા મળી. પાણીના સ્થાન પર પૃથ્વી અને પૃથ્વીના સ્થાન પર પાણી. પૂર અને પ્રલય જેવી સ્થિતી. આવી જ ભવિષ્યવાણીઓ કરવા વાળા નાસ્ત્રેદમસ ફ્રાંસ દેશના એક ભવિષ્યકાર હતા. ચારસો વર્ષ પહેલાં ભવિષ્યવાણીઓ કરી હતી. આગામી ૨૦ સદીઓનું ભવિષ્ય ભાખ્યુ હતું. નાસ્ત્રેદમસની અનેક ભવિષ્યવાણીઓ સાચી
પડી છે.

૨૦૨૦ની ભવિષ્યવાણીમાં વિનાશક સંકેત છે. ચારસો વર્ષ પહેલાં નાસ્ત્રેદમસે ૨૦ સદીઓની ભવિષ્યવાણીઓ કરી હતી. આ તમામ ભવિષ્યવાણીઓ કવિતાના રૂપમાં હતી. આખી દુનિયાના લોકો નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ પર ભરોસો કરે છે, કારણ કે સમય અનુસાર એક પછી એક નાસ્ત્રેદમસની અનેક ભવિષ્યવાણીઓ સાચી પડી છે. નાસ્ત્રેદમસે ૨૦૨૦ માટે પણ કેટલીક ભવિષ્યવાણીઓ અગાઉથી કરેલી છે. જેમાં માનવતા માટે સારા સમાચાર નથી. તે સિવાયના પણ કેટલાય ભવિષ્યકારોએ ૨૦૨૦માં વિનાશના સંકેત આપ્યા છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાં ૨૦૨૦માં દુનિયા ખતમ થવાના સંકેત પણ છુપાયા છે.

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ ૨૦૨૦માં થશે કઇંક આવું

શું છે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાં..?
શું થવાનું છે ૨૦૨૦માં…?
ચૌકાવનારી છે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી

નાસ્ત્રેદમસનું માનવુ છે કે ૨૦૨૦માં એક નવા યુગની શરૂઆત થશે. તેમણે અનુમાન લગાવ્યુ છે કે ૨૦૨૦માં કેટલાય દેશો વચ્ચે ઘર્ષણ થશે. તેની સાથે ૨૦૨૦માં આ સદીનું સૌથી મોટું આર્થીક સંકટ પણ આવશે. જો આંકડાઓની વાત માનીએ તો ભારતથી લઇને આખી દુનિયાની અર્થવ્યવસ્થા અત્યારે ખસ્તા હાલતમાં છે. ચીન અને અમેરીકામાં વ્યાપાર યુદ્ધની શરૂઆત થઇ ચૂકી છે. ભારતનો આર્થીક વિકાસ દર પણ ઘટયો છે.

૨૦૨૦ માટે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી કહે છે કે ૨૦૨૦ સુધીમાં પહેલાંથી જ વધારે લોકો જાગૃત થઇ ગયા હશે. અને અધ્યાત્મ તરફી ઝુકશે. પણ તેનાથી પરિસ્થિતીઓ ટળશે નહી. ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાઓ પણ સાચી પડી શકે છે. ૨૦૨૦માં અમેરીકા એશિયામાં સૌથી મોટો સૈન્ય અભ્યાસ શરૂ કરશે. લોકો તેને નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાથે જોડીને જોઇ રહયા છે.

ભવિષ્યવાણીની વાત માનીએ તો ૨૦૨૦માં દુનીયાના મોટા શહેરોમાં ગૃહયુદ્ધ જેવી હાલત પૈદા થશે. અને લોકો ખુલીને રસ્તા પર ઉતરશે. જો કે નવા વર્ઊાની શરૂઆતમાં જ ભારતમાં નાગરિકતા કાયદો અને એન.આર.સી. જેવા મુદ્દાઓ પર જબરજસ્ત વિરોધ પ્રદર્શન જોવા મળી રહયુ છે. તો મધ્યપૂર્વના મોટાભાગના દેશો સહીત ફ્રાંસમાં પણ હિંસક પ્રદર્શન ચાલુ છે. દુનિયામાં પેદા થયેલી આ સ્થિતીને કયાંક ને કયાંક નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાથે જોડીને જોવામાં આવી રહી છે.

૨૦૨૦નુ વર્ષ હશે હિંસક..?
બ્રિટનની મહારાણીનું થશે મૃત્યું.?
પ્રિન્સ ચાલ્રર્સ સંભાળશે ગ્રેટ બ્રિટનની ગાદી

નાસ્ત્રેદમસે ૨૦૨૦ના વર્ષને એક હિંસક વર્ષ તરીકે બતાવ્યુ છે. તેમની ભવિષ્યવાણી અનુસાર આ જ વર્ષમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદિમીર પુતિનની હત્યાનો પ્રયાસ થશે. જયારે અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને મોટું નુકશાન થઇ શકે છે. નાસ્ત્રેદમસની આજ ભવિષ્યવાણી કહે છે કે ૨૦૨૦માં ગ્રેટ બ્રિટનની મહારાણીનું મૃત્યું પાછલા ૭૦ વર્ષમાં અહીની સૌથી મોટી વિનાશકારી ઘટનાઓમાંથી એક હશે. મહારાણીના મોત પર કમસે કમ ૧૨ દિવસો સુધી ગ્રેટ બ્રિટનમાં શોક મનાવાશે. આ દરમિયાન અહીયાં કોઇ પણ કાર્યક્રમ નહી કરવામાં આવે.
ભવિષ્યવાણીને ધ્યાનમાં રાખીને કેટલાક વિશેષજ્ઞોએ ત્યાંની અર્થવ્યવસ્થામાં અરબ પાઉન્ડના નુકશાનીનો અંદાજ માંડયો છે. ભવિષ્યવાણીમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે મહારાણી બાદ પ્રિન્સ ચાલ્રર્સ ગ્રેટ બ્રિટનની ગાદી સંભાળશે. અને સ્કોટલેન્ડ અને વેલ્સની મુલાકાત લેશ.

જળવાયું પરિવર્તનથી દુનિયા થશે પ્રભાવિત
દુનિયામાં વધશે કુદરતી પ્રકોપ
કેટલાક દેશોમાં ધાર્મિક જાતીવાદ વધશે
અશાંતિ અને ગૃહયુદ્ધ જેવી હાલત પેદા થશે
આરોગ્યક્ષેત્રે આવશે મોટી ક્રાંતિ

નાસ્ત્રેદમસે જણાવ્યા મુજબ આ વર્ષે જળવાયું પરિવર્તન દુનિયાને વધારે પ્રભાવિત કરશે. અને પ્રદુષણના વિરોધમાં યુદ્ધના સ્તરે એક મુહીમ શરૂ થશે. દુનિયાના કેટલાક હિસ્સાઓમાં આ વર્ષે ભયંકર તૂફાન અને ભૂકંપ આવશે. તો કયાંક પૂર અને આતંકવાદથી તબાહીની તસવીરો સામે આવશે. નાસ્ત્રેદમસની કવિતાઓની વ્યાખ્યા કરતા એક વીડીયોમાં કહેવામાં આવ્યુ છે કે આકાશમાં એક ધૂમકેતું દેખાવાની ઘટના બનશે. તેની સાથે હિંસાની પણ ઘટનાઓ વધશે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ અનુસાર મધ્યપૂર્વના દેશો અને દુનિયાના કેટલાક હિસ્સાઓમાં ધાર્મિક જાતીવાદ વધશે. જેનાથી અશાંતિ અને ગૃહયુદ્ધ જેવી હાલત પેદા થશે. કેટલાય લોકોને તેમનો દેશ છોડીને બીજા દેશમાં શરણ લેવા માટે મજબૂર થવું પડશે. નાસ્ત્રેદમસની આ ડરામણી ભવિષ્યવાણીઓ વચ્ચે એક રાહતનો પણ સંકેત છે. નાસ્ત્રેદમસ મુજબ ૨૦૨૦માં આરોગ્યક્ષેત્રે મોટી ક્રાંતિ આવશે. જેનાથી લોકોનું સરેરાશ આયુષ્ય વધી જશે.

દુનિયાભરમાં જ્યોતિષશાસ્ત્ર અને ભવિષ્યવાણીઓની સત્યતાને લઇને ઘણા વાદ-વિવાદ છે. ઘણાબધા લોકો જ્યોતિષ પર વિશ્વાસ કરે છે અને ઘણા બધા લોકો જ્યોતિષ પર વિશ્વાસ કરે છે અને ઘણા બધા લોકો તેને માત્ર અંધવિશ્વાસ જ માને છે, પરંતુ મહાન ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસ તે જ્યોતિષિયોમાંથી એક માનવામાં આવે છે જેમની ભવિષ્યવાણીઓ થકી તેમણે દુનિયાને તેમની તરફ આકર્ષિત કરી લીધા છે. નાસ્ત્રેદમસે પોતાની 1555 કવિતાઓમાં કોઇ મોટા વૈશ્વિક સંઘર્ષ તરફ ઇશારો કર્યો હતો.

ફ્રાંસના પ્રખ્યાત જ્યોતિષ માઇકલ દિ નાસ્ત્રેદમસ પોતાની ભવિષ્યવાણીઓ માટે જાણીતા છે. તેમણે કરેલી અનેક ભવિષ્યવાણીએ શબ્દ:શ સાચી ઠરી ચુકી છે. ત્યારે તેમણે આગામી વર્ષો માટે પણ ભવિષ્યવાણીઓ કરી હતી. સમગ્ર વિશ્વનાં લોકો નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ ધરાવે છે. તેના જ કારણે તેમનાં દ્વારા કરાયેલી ભવિષ્યવાણીઓ અગાઉ પણ સાચી સાબિત થઇ ચુકી છે.

દુનિયાના સૌથી તાકાતવાળા દેશ અમેરિકાના ૪પમા રાષ્ટ્રપતિ વિશે નાસ્ત્રેદમસે સાંકેતિક રીતે જે કહયુ હતુ. તે ડોનાલ્ડ ટ્રંપના રૂપમાં બરાબર સટીક સાબિત થયુ છે. જાપાનમાં હિરોશિમા અને નાગાસાકીમાં થયેલા પરમાણુ હુમલાઓને લઇને પણ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ સાચી પડી છે. નાસ્ત્રેદમસે કહયુ હતુ કે બે એવા ઘડાકા થશે. જેની અસર લાંબો સમય સુધી રહેશે.

નાસ્ત્રેદમસે તેની ભવિષ્યવાણીમાં કહયુ હતુ કે બે પથ્થર ટકરાશે જેનાથી યુદ્ધ જેવી સ્થિતી પેદા થશે. જેનાથી આકાશ આતંકનો વિસ્તાર બનશે. નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીને ૨૦૦૧માં થયેલા વલ્ર્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા સાથે જોડવામાં આવી રહી છે. કેટલાક સંશોધકોનું કહેવુ છે કે નાસ્ત્રેદમસે તેમના મોત વિશે પણ સટીક ભવિષ્યવાણી કરી હતી. તેમણે ભવિષ્યવાણી કરતાં કહયુ હતુ કે હું ટેબલ અને પથારીની પાસે મૃત હાલતમાં મળીશે.  તેમણે તેમના મોતની એક રાત પહેલાં એ પણ જણાવી દીધુ હતુ કે તેઓ આવતીકાલની રાત્રીએ જીવતા નહી હોય. નાસ્ત્રેદમસ બીજી સવારે તેમના બેડરૂમમાં તેમના ટેબલ પર મૃતહાલતમાં મળી આવ્યા. આ રીતે તેમની તેમના મોત વિશેની ભવિષ્યવાણી પણ સાચી ઠરી છે.

વિશ્વવિખ્યાત જ્યોતિષ નાસ્ત્રેદમસે વડાપ્રધાન મોદી વિશે અને તેમનો શાસનકાળ કેટલા વર્ષનો રહેશે તે અંગે ભવિષ્યવાણી વર્ષો પહેલા કરી દીધી હતી.

૧૫મી સદીમાં જન્મેલા નાસ્ત્રેદમસ ફ્રાંસના પ્રસિદ્ધ ડૉક્ટર-શિક્ષક હતા, જેઓ પ્લેગની બીમારીની સારવાર કરતાં. પરંતુ તેઓ વિશ્વભરમાં પ્રખ્યાત તેમની કવિતારૂપે કરેલી ભવિષ્યવાણીથી થયા. તેમણે કરેલી ભવિષ્યવાણીઓ જે સત્ય સાબિત થઈ તેમાં

વિશ્વવિખ્યાત જ્યોતિષ નાસ્ત્રેદમસે વડાપ્રધાન મોદી વિશે અને તેમનો શાસનકાળ કેટલા વર્ષનો રહેશે તે અંગે ભવિષ્યવાણી વર્ષો પહેલા કરી દીધી હતી. 

આ તમામ ભવિષ્યવાણી સાથે તેમણે એક એવા શાસક વિશે પણ ઉલ્લેખ કર્યો છે જે ભારત માટે ‘સુવર્ણ યુગ’ લાવશે અને ભારતને વૈશ્વિક મહાશક્તિ બનાવશે. ભારતની રાજનીતિ સંદર્ભે નાસ્ત્રેદમસે ૪૫૦ વર્ષ પહેલા ભવિષ્યવાણી કરી હતી. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીમાં જણાવાયું છે કે ભારતમાં એક એવી વ્યક્તિ શાસન પર આવશે જે એક નિર્ધન ઘરમાં જન્મેલી હશે, પરંતુ દુનિયા માટે મુક્તિદાતા કહેવાશે. લોકો શરૂઆતમાં તેને નફરત પણ કરશે પરંતુ પછી તેને અઢળક પ્રેમ મળશે. ભવિષ્યવાણી અનુસાર તેનો શાસન કાળ ૨૦૧૪થી ૨૦૨૬ સુધી રહેશે અને આ ૨૦ વર્ષમાં તે દેશની દિશા બદલવા માટે સતત કાર્યો કરશે. આ વ્યક્તિ પોતાના સુશાસનથી ભારતને સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવશે.

નાસ્ત્રેદમસે પોતાના પુસ્તક અંગે પણ કહ્યું હતુ કે જે તેઓ કહી રહ્યા છે તેને સમય સાચું સાબિત કરશે. તેમણે ભવિષ્યવાણીમાં સ્થળ અને સમયને ગુપ્ત રાખવા ખાસ ચિન્હોનો ઉપયોગ કર્યો છે નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી કે 2019માં માનવતાનાં કોઇ એસ્ટરોયડનો પ્રભાવ સહેવો પડશે. આ સાથે જ ન્યૂક્લિયર વોર અને પ્રાકૃતિક વિપત્તીઓની પણ આશંકા છે. આકાશમાં એક ધુમકેતુ દેખાવાની સાથે ભયંકર હિંસાની ઘટનાઓ પણ થશે. ન્યૂક્લિયર આતંકવાદ અને પ્રાકૃતિકદુર્ઘટનાઓ અમારી ધરતી પર વિનાશ કરી દેશે.

નેપોલિયન બોનાપાર્ટ એક ફ્રેંચ લશ્કરી વડો હતો અને ખુબ જ સારો શાસક હતો. જેની ખૂબીઓ આખી દુનિયામાં ખુબ જ ફેમસ છે. તેના વિશે પણ નાસ્ત્રેદમસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક મહાન વ્યક્તિ તેની લોકપ્રિયતા આખી દુનિયામાં ચારે તરફ ફેલાવશે. જે એકદમ સાચી પડી હતી. તો આ સિવાય પણ ઘણી એવી ઘટનાઓ આ દુનિયામાં બની ગઈ છે જે નાસ્ત્રેદમસ દ્વારા કહેવામાં આવી છે અને સાચી પણ પડી છે. જેની ચર્ચા આખી દુનિયાભરમાં થઇ હોય તેની ભવિષ્યવાણી કરવામાં આવી હતી. જે એકદમ સાચી પડી છે.

હિટલરનું શાસન
અમેરિકામાં થયેલો હુમલો
કેટલીક કુદરતી આફતો

હિટલરને તો લગભગ બધા જ ઓળખતા હશો. કેમ કે હિટલર પણ આ દુનિયાનું સૌથી ચર્ચિત નામ છે. તેના કારનામા વિશે લગભગ બધા જ જાણે છે. તેના વિશે એવું કહેવામાં આવ્યું હતું કે, પશ્વિમી યુરોપમાં એક બાળકનો જન્મ થશે અને તેના શબ્દોથી તે સેનાને પ્રભાવિત કરશે અને આખા વિશ્વ પર શાસન કરશે. તેમાં હિટલરનું સંબોધન કરવામાં આવ્યું છે.

નાસ્ત્રેદમસ દ્વારા બીજા વિશ્વ યુદ્ધમાં જે લોકોના મૃત્યુ થયા તેના વિશે પણ કહ્યું હતું. આ યુદ્ધને લઈને જે ભવિષ્યવાણી કરવામાં આવી હતી તે પણ સાચી હતી કેમ કે તેમાં અનેકો લોકોને મૃત્યુ થયા હતા.

નાસ્ત્રેદમસ દ્વારા પ્રિન્સેસ ડાયના વિશેની પણ ભવિષ્યવાણી કરવામાં આવી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, ઈશ્વરના દૂત તેને જિંદગી કરતા પહેલા તેની સાથે લઇ જશે. જેમાં તેણે એવું કહ્યું હતું કે ઈશ્વરના દૂતો આવશે અને પ્રિન્સેસ ડાયનાને સમય પહેલા તેની સાથે લઇ જશે…અને તેવું જ બન્યું હતું…ત્યાર બાદ એવું કહેવામાં આવ્યું હતું કે, એક મહાન વ્યક્તિ એક દિવસ કોઈ તોફાનનો શિકાર બનશે અને તે ખત્મ થઇ જશે. તે વાત અમેરિકાના એક રાષ્ટ્રપતિ વિશે કહેવામાં આવી હતી. જેનું નામ હતું જ્હોન ઓફ કેનેડી, જેની હત્યા વિશે 450 વર્ષ પહેલા કહેવામાં આવ્યું હતું.

નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી જે ભારતના પરિપ્રેક્ષ્યમાં સત્ય સાબિત થઇ

નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી જે ભારતના પરિપ્રેક્ષ્યમાં સત્ય સાબિત થઇ તે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા અંગે હતી. નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી હતી કે એક સારા વિમાન ચાલક પોતાનો વ્યવસાય છોડીને દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન થશે. પરંતુ સાત વર્ષ પછી તેનો અંત દુનિયાને ચોંકાવી દેશે. ઇંદિરા ગાંધી અંગે ભવિષ્યવાણી નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું કે ભારતમાં પહેલીવાર એક સ્ત્રી સર્વોચ્ચ પદ પર આસિત થશે. પરંતુ તેની વિરુદ્ધ ષડયંત્રને પગલે 70 વર્ષની આસપાસ તેનું મૃત્યું થશે.

યૂરોપમાં આવશે ભારે આર્થિક સંકટ. નાસ્ત્રેદમસે યૂરોપમાં એક મોટા આર્થિક સંકટની પણ ભવિષ્યવાણી પણ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ઘણા યૂરોપીયન દેશો આર્થિક મંદિની જપેટમાં આવી જશે. હિટલર અંગે ભવિષ્યવાણી નાસ્ત્રેદમસે બીજા વિશ્વ યુદ્ધ અંગેના સંકેત પણ ઘણા સમય પહેલા આપી દીધા હતા. એડોલ્ફ હિટલર અંગે લખતા નાસ્ત્રેદમસે બીસ્ટ શબ્દનો ઉપયોગ કર્યો હતો,જેનો અર્થ જાનવર થાય છે. આ શબ્દને હિટલર સાથે જોડવામાં આવે છે.

લંડનમાં લાગી ભીષણ આગ. નાસ્ત્રેદમસે લંડનમાં પણ આગ લાગવાની ભવિષ્યવાણી કરી હતી. તેમની ભવિષ્યવાણી સાચી પડી અને 1966માં પુડિંગ લેન સ્થિત થોમસ ફૈરિનરમાં લાગેલી આગે માત્ર 3 દિવસમાં આખા શહેરને સળગાવીને રાખ કરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.