Weather/ દિલ્હી-એનસીઆરમાં ભારે ઠંડી, 13 વર્ષમાં સૌથી વધુ ઠંડુગાર

હીમવર્ષા ને કારણે ઠંડી એ જોર પકડયુ છે ત્યારે ઉત્તર ભારતમાંપણ જોરદાર  ઠંડી પડી રહી છે

India
Untitled દિલ્હી-એનસીઆરમાં ભારે ઠંડી, 13 વર્ષમાં સૌથી વધુ ઠંડુગાર

હીમવર્ષાને કારણે ઠંડીએ જોર પકડયુ છે ત્યારે ઉત્તર ભારતમાં પણ જોરદાર  ઠંડી પડી રહી છે અને આગામી કેટલાક દિવસો સુધી તેમાં  રાહત થાય તેવી કોઈ  સંભાવના નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક દિવસો સુધી સવારે ધુમ્મસ રહેશે. વર્ષ 2008માં  જાન્યુઆરી મહિનામાં દિલ્હીમાં સૌથી વધુ સાત ‘કોલ્ડ વેવ’ દિવસ હતા. અગાઉ 2008 માં, આવા 12 દિવસ નોંધાયા હતા.

Untitled 1 દિલ્હી-એનસીઆરમાં ભારે ઠંડી, 13 વર્ષમાં સૌથી વધુ ઠંડુગાર

હવામાન વિભાગના પ્રાદેશિક કેન્દ્રના વડા કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું  કે, 2020 અને 2019 માં ફક્ત એક જ ‘કોલ્ડ વેવ’ દિવસ નોંધવામાં આવ્યો હતો જ્યારે જાન્યુઆરી 2013 માં છ ‘કોલ્ડ વેવ’ દિવસ નોંધાયા હતા. રવિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાનનો પારો 3.1 ડિગ્રી રહ્યો હતો. છેલ્લા એક અઠવાડિયામાં રવિવાર ચોથો કોલ્ડ વેવ દિવસ હતો. આ પહેલા મંગળવારે ગુરુવારે 2.1 અને 3.8 ડિગ્રી નોંધાઈ હતી. શુક્રવારેતે ચાર ડીગ્રીને  પાર હતો.

નવા વર્ષના પ્રથમ દિવસે 1.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે છેલ્લા 15 વર્ષમાં જાન્યુઆરી મહિનામાં સૌથી નીચું રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરમાં હળવા ધુમ્મસની સંભાવના છે. સ્કાયમેટના જણાવ્યા મુજબ, પર્વતીય રાજ્યોમાંથી ઉદ્ભવતા પશ્ચિમી ખલેલને કારણે હવામાનમાં પરિવર્તન આવશે. આ ખલેલની અસર મેદાનો પર પણ જોવા મળશે જ્યાં હળવા વરસાદની સંભાવના છે.

ગુજરતમાં પણ ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે . આગામી 12 ફેબ્રુઆરી સુધી વધું ઠંડી પડવાની આગાહી જોવા મળી રહી છે . ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને  કચ્છ માં  ઠંડીની વધુ  અસર જોવા મળી રહી છે . ઉત્તર ગુજરાતમાં ૫ ડિગ્રી થી તાપમાન નીચું જશે . તેમજ કચ્છમાં લઘુતમ તાપમાન ૫ ડિગ્રીથી નીચું તાપમાન જોવા મળશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…