ભારે વરસાદ/ નેપાળમાં અતિ ભારે વરસાદથી 21 લોકોનાં મોત 24 લાપતા

નેપાળમાં અતિ ભારે વરસાદથી પૂરનો સંકટ આવ્યો છે નદી તેની સપાટીથી ઉપર વહે છે. ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે નેપાળમાં ઘણી તબાહી સર્જાઈ છે.

Top Stories World
nepal 1 નેપાળમાં અતિ ભારે વરસાદથી 21 લોકોનાં મોત 24 લાપતા

નેપાળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તારાજી સર્જાઇ છે,અતિ ભારે વરસાદથી પૂરનો સંકટ આવ્યો છે નદી તેની સપાટીથી ઉપર વહે છે. ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે નેપાળમાં ઘણી તબાહી સર્જાઈ છે. પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 21 લોકોનાં મોત થયાં છે અને 24 લોકો ગુમ છે. નેપાળના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે દેશના 19 જિલ્લા પૂર અને ભૂસ્ખલનથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. દેશમાં ચોમાસાની સીઝન પહેલાંથી જ સમાપ્ત થઈ ગઈ હતી, પરંતુ વાતાવરણમાં અચાનક ફેરફાર થયો છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે પૂરને કારણે મુસાફરી, વીજપુરવઠો અને કૃષિ પેદાશોની  ભારે પ્રભાવિત થયા છે.

 દેશના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે અને હળવાથી મધ્યમ વરસાદ છે. દેશભરમાં હળવાથી મધ્યમ હિમવર્ષા થવાની શક્યતા છે. એવી જ રીતે, દેશના પૂર્વ, મિદાત અને દૂરના પશ્ચિમ ક્ષેત્રમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.કંચનપુર જિલ્લાની કર્ણાલી અને મહાકાલી નદીઓના જળસ્તરમાં વધારો થયો છે, જેને કારણે ઘણું નુકસાન થયું છે. ભૂસ્ખલનને કારણે નેપાળમાં મુક્તિનાથ માર્ગના જોમસોમ માર્ગ પર ભૂસ્ખલનને કારણે રૂપેસચાહારા, કાપરે અને બંદર જંગભીર વિસ્તારમાં રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.