Tech News/ ફેસબુક પોસ્ટ પર વ્યાકરણ ભૂલ થતાં કોર્ટ સુધી પહોંચ્યો મામલો,આપવો પડી શકે છે મોટો દંડ

 ન્યૂ સાઉથ વેલ્સમાં રહેનારા એન્થનીથી ફેસબુક પોસ્ટમાં એક ભૂલ થઇ હતી. તેનાથી પોસ્ટ લખતી વખતે એક શબ્દમાં એપોસ્ટ્રોફી “S” લખવાનો ભુલાઈ ગયો હતો. આમ તો આ સામાન્ય ભૂલ હતી પરંતુ એન્થનીએ જે જગ્યાએ ભૂલ કરી હતી તે ખૂબ જ સંવેદનશીલ પોસ્ટ હતી.

Tech & Auto
facebook post ફેસબુક પોસ્ટ પર વ્યાકરણ ભૂલ થતાં કોર્ટ સુધી પહોંચ્યો મામલો,આપવો પડી શકે છે મોટો દંડ

બાળપણમાં વ્યાકરણ  શીખવવા માટે અથવા પાઠ મોઢે રખાવવા માટે શિક્ષકોને ખાસ મહેનત કરવી પડતી હોય છે.  આપણે ઘણીવાર વ્યાકરણની અશુદ્ધિઓ પર ધ્યાન આપી રહ્યા નથી પરંતુ એક નાનકડી વ્યાકરણની ભૂલ મોટી મુશ્કેલીમાં મૂકી દેતી હોય છે. ઓસ્ટ્રેલિયાના એન્થની જેડ્રેવિકથી એક વ્યાકરણ ભૂલ થઇ હતી, ત્યારબાદ તેના પર માનહાનિનો દાવો કરવામાં આવ્યો હતો.

ન્યૂ સાઉથ વેલ્સમાં રહેનારા એન્થનીથી ફેસબુક પોસ્ટમાં એક ભૂલ થઇ હતી. તેનાથી પોસ્ટ લખતી વખતે એક શબ્દમાં એપોસ્ટ્રોફી “S” લખવાનો ભુલાઈ ગયો હતો. આમ તો આ સામાન્ય ભૂલ હતી પરંતુ એન્થનીએ જે જગ્યાએ ભૂલ કરી હતી તે ખૂબ જ સંવેદનશીલ પોસ્ટ હતી. એવામાં જે વ્યક્તિ અંગે પોસ્ટ હતી તેણે માન-હાનિનો દાવો કરી દીધો હતો. જો તેઓ કેસ હારી જશે તો તેમણે બહુ જ મોટો દંડ આપવો પડશે.

એન્થની જેડ્રેવિકે વર્ષ 2020માં 22 ઓક્ટોબરના રોજ એક ફેસબુક પોસ્ટ મૂકી હતી. પોસ્ટમાં પોતાની કંપનીઓના અધિકારી સ્ટુઅર્ટ જૈન પર આરોપ લગાવતા કહ્યું હતું કે, તેઓ ખૂબ જ મોટી કમાણી કરીને પણ પોતાના કર્મચારીઓઓના બાકીના રૂપિયાની ચૂકવણી કરી રહ્યા નથી. આ પોસ્ટમાં એન્થનીએ ભૂલથી Employee’s ની જગ્યાએ Employees લખી દીધું હતું. એવામાં અર્થનો અનર્થ કરતા વાર લાગતી નથી. જ્યાં એક કર્મચારીના ચૂકવણીની વાત હતી ત્યાં બાકીના દરેક કર્મચારીના ચૂકવણીની વાત આવી ગઈ હતી જેથી કંપનીએ તેમની પર વ્યાકરણ ભૂલ થતાં કેસ દાખલ કરી દીધો છે.

જજે કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, જો દરેક કર્મચારીઓને રૂપિયા આપવામાં નથી આવ્યા તો જાણી જોઇને ભૂલ કરવામાં આવી રહી છી. અદાલતે એન્થનીની સ્પષ્ટતા બાદ પણ કોર્ટે તેમની પર માનહાનીનો કેસ કરવાની મંજૂરી આપી દીધી છે. એન્થનીએ કોર્ટમાં જણાવ્યું છે કે, તેનો ઈરાદો દરેક કર્મચારીઓનો ઉલ્લેખ કરવાનો ન હતો જેથી કેસ રદ કરવામાં આવે પરંતુ કોર્ટે દલિલ ફગાવી દીધી હતી. જો તેઓ આ અંગે દોષી મળી આવે છે તો તેમને ભારે નુકસાન વેઠવવું પડશે.