Entertainment/ પ્રિયંકા ચોપરાની બહેન મીરા ચોપરાએ મહિલાઓની સુરક્ષા મુદ્દે ઉઠાવ્યા સવાલ, કહ્યું –કાયદા બનાવનારા ડરી રહ્યા છે.

મીરાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, તમે જ્યાં રહો છો ત્યાં મહિલાઓની સુરક્ષાને સૌથી ઉપર રાખવી જોઈએ પરંતુ કાયદો બનાવનારા લોકો કાર્યવાહી કરવામાં કેમ ડરે છે? એક એકલી રહેતી મહિલાની સુરક્ષા કોઈપણ હાલમાં થવી જોઈએ.

Entertainment
meera chopra પ્રિયંકા ચોપરાની બહેન મીરા ચોપરાએ મહિલાઓની સુરક્ષા મુદ્દે ઉઠાવ્યા સવાલ, કહ્યું –કાયદા બનાવનારા ડરી રહ્યા છે.

મહિલાઓની સુરક્ષા આજના સમયમાં એક ગંભીર વિષય છે. મહિલાઓની સુરક્ષાને લઈને મીરા ચોપરાએ ટ્વીટ કર્યું છે. તેમનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો એક વિષય બન્યો છે. મીરાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, તમે જ્યાં રહો છો ત્યાં મહિલાઓની સુરક્ષાને સૌથી ઉપર રાખવી જોઈએ પરંતુ કાયદો બનાવનારા લોકો કાર્યવાહી કરવામાં કેમ ડરે છે? એક એકલી રહેતી મહિલાની સુરક્ષા કોઈપણ હાલમાં થવી જોઈએ.

મીરા ચોપરાના ટ્વીટ બાદ લોકો એક પછી એક પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મીરા ચોપરાએ તાજેતરમાં પોતાના ઇન્ટીરીયર ડીઝાઈનર પર દુર્વ્યવહાર કરવા સાથે આરોપ લગાવ્યો હતો. અભિનેત્રીના જણાવ્યા મુજબ, ઇન્ટીરીયર ડીઝાઈનર દ્વારા તેણીને ગાળ આપી હતી અને તેના પોતાના જ ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મુકવામાં આવી હતી. મીરાની પોસ્ટ પર એક યુઝરે ટ્વીટ કરતા લખ્યું હતું કે, એક છોકરી છોકરી છે. ના તો સ્પેશિયલ ન કોઈ પુરુષથી ઓછી. તો પછી વિશેષ અધિકાર કેમ મળે ?

ઉલ્લેખનીય છે કે, મીરા ચોપરા બોલીવુડ અભિનેત્રી અને હવે ઈન્ટરનેશનલ સેલિબ્રિટી પ્રિયંકા ચોપરાની કઝીન છે. મીરા વર્ષ 2014માં ફિલ્મ ગેંગ ઓફ ઘોસ્ટસમાં જોવા માટે મળી હતી. મીરા સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં વર્ષ 2005થી એક્ટીવ છે પરંતુ હિન્દી સિનેમામાં તેની કરિયર એટલી મહત્વપૂર્ણ સાબિત થઇ શકી નથી. મીરાએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમને પ્રિયંકા ચોપરાના કારણે કોઈ ફિલ્મ અથવા કામ મળી રહ્યું નથી. તેમણે જે કંઈપણ કર્યું છે તે પોતાના દમ પર કર્યું છે.